Posts

Showing posts from June, 2026

ભરૂચ-અંકલેશ્વરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી: ડેરીઓમાંથી દૂધના નમૂના લેવાયા, લાયસન્સ વિના વેપાર કરનારને નોટિસ

Image
ભરૂચ અને અંકલેશ્વરમાં વહેલી સવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ: ૧૪ ડેરીઓ પર તપાસ, દૂધના સેમ્પલ લેવાયા ભરૂચ તથા અંકલેશ્વર વિસ્તારમાં વહેલી સવારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drug Regulatory Authority) દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓ જેવી કે દૂધ અને ઘીનું છૂટક વેચાણ કરતી ડેરીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ૦૫ શંકાસ્પદ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની કુલ-૧૪ જેટલી ડેરીઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલા છૂટક દૂધના કુલ-૦૫ નમૂના લેવામાં આવ્યા છે,    આ તમામ સેમ્પલોને કાયદેસરની પ્રક્રિયા હેઠળ સીલ કરી લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જે પેઢીઓ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે વેપાર કરતી ઝડપાઈ હતી, તે તમામ પેઢીઓને તંત્ર દ્વારા સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લેબોરેટરીમાંથી દૂધના ટેસ્...

વાગરાના સાયખા GIDCમાંથી ₹૧.૨ કરોડનું ગેરકાયદે માટી ખનન ઝડપાયું: ૩ ટ્રક અને ૨ હિટાચી સીઝ

Image
વાગરા પંથક ભૂમાફિયાઓ માટે સ્વર્ગ સમાન: સાયખા GIDCમાંથી ₹૧.૨ કરોડનો મુદ્દામાલ જપ્ત મધરાતે મામલતદારની ટીમની ઓચિંતી રેડથી નાસભાગ: ૩ ટ્રક અને ૨ હિટાચી મશીન સીઝ કરાયા; સ્થાનિક અગ્રણીની સંડોવણી હોવાની પંથકમાં વહેતી થયેલી ચર્ચા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સરકારી સંપત્તિની લૂંટ ચલાવતા તત્વો સામે વહીવટી તંત્રએ સિકંજો કસ્યો છે. વાગરાના ખૂણે-ખૂણે નિયમોના સરેજાહેર ધજાગરા ઉડાવી બેફામ માટી ખનનનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની બૂમો ઉઠી છે. ગત ૧૯ જૂનની મધરાતે સાયખા GIDC વિસ્તારમાંથી મોટું માટી ચોરીનું કૌભાંડ ઝડપાતા સમગ્ર પંથકના બિનઅધિકૃત ખનનકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર સાયખા જ નહીં પરંતુ વાગરા પંથકના આજુબાજુના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર માટી ખનનનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. ચાલુ સપ્તાહમાં જ વાગરાના વિવિધ વિસ્તારોમાંથી બિનઅધિકૃત માટી ખનન ઝડપાયું હતું, જેની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ સાયખા ખાતેથી વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સમગ્ર પંથકના ગ્રામ્ય વિસ્તારો જાણે માટીચોરો માટે મોકળું મેદાન બની ગયા હોય તેવી સ્થિતિ સર્જ...

સાયખા GIDC અને સારણની સીમમાં રાત્રિના 'કાળા ખેલ' પર આકસ્મિક દરોડા પાડવા સ્થાનિકોની ઉગ્ર માંગ

Image
વાગરા પંથકમાં ખનન માફિયાઓ પર તંત્રનો હથોડો: વાવ ગામની સીમમાંથી ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત હરિનગર બાદ વાવ વિસ્તારમાં મામલતદારની સરપ્રાઈઝ વિઝિટથી ફફડાટ; રોયલ્ટી પાસ વગર ૪૫ ટન માટી ભરેલું ડમ્પર ઝડપાયું સાયખા GIDC અને સારણની સીમમાં ચાલતા રાત્રિના 'કાળા કારોબાર' પર દરોડા પાડવા સ્થાનિકોની ઉગ્ર માંગ; તંત્ર કરતાં માફિયાઓનું જાસૂસી નેટવર્ક વધુ તેજ હોવાનો ચોંકાવનારો ખુલાસો વાગરા તાલુકામાં લાંબા સમયથી બેફામ બનેલા ખનન માફિયાઓ સામે આખરે સરકારી તંત્રે લાલ આંખ કરી છે. વાગરા પંથકમાં ગેરકાયદેસર રીતે વહન થતી ખનીજ સંપત્તિ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે. હરિનગર વિસ્તારમાં અગાઉ થયેલી કાર્યવાહી બાદ, હવે વાવ ગામની સીમમાં મામલતદારની ટીમે આકસ્મિક દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી વિગતો અનુસાર, વાગરા મામલતદાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે વાવ ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન અને પરિવહન થઈ રહ્યું છે. આ બાતમીના આધારે અધિકારીઓએ વાવ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું...

સુપ્રીમના આદેશથી હજારો શિક્ષકોની નોકરી સામે પ્રશ્નાર્થચિહ્ન? ભરૂચ શિક્ષક સંઘે કલેક્ટર કચેરી ગજવી પુનઃવિચારણાની કરી માંગ

Image
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું : TET મુદ્દે પુનઃવિચારણા અને શિક્ષકોના હિતોના રક્ષણની ઉગ્ર માંગ સુપ્રીમ કોર્ટ દ્વારા 29 મે, 2026ના રોજ શિક્ષક પાત્રતા કસોટી (TET) સંદર્ભે આપવામાં આવેલા ચુકાદા બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરના લાખો શિક્ષકોમાં ભારે અસંતોષ અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ ચુકાદા અનુસાર ચાલુ સેવામાં રહેલા શિક્ષકો માટે 31 ઓગસ્ટ, 2028 સુધી TET લાયકાત પ્રાપ્ત કરવી ફરજિયાત ગણાવવામાં આવી છે, જેના કારણે વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હજારો અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. આ ગંભીર મુદ્દે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ શિક્ષકોની વાજબી માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ દેશના સૌથી મોટા શિક્ષક સંગઠનો પૈકીના ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન (AIPTF) અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (GSPTF) દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. શિક્ષક સંગઠનોના નેતાઓએ જણાવ્યું હતું કે, શિક...

ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ વિલાયતની અનોખી CSR પહેલ, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે સંપૂર્ણ કીટ અર્પણ

Image
આદિત્ય બિરલા ગ્રાસીમ, વિલાયત, HIV/AIDS થી અસરગ્રસ્ત બાળકોની વહારે, '' પ્રોજેક્ટ સમ્માન'' થકી આ બાળકો સમ્માન ભેર પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે શૈક્ષણિક કીટની સહાય.  ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયતના CSR વિભાગ દ્વારા ભરૃચ જિલ્લાના 19 ગામના HIV/AIDS અસરગ્રસ્ત 80 જેટલા જરૂરિયાત મંદ બાળકોને BDNP+ સંસ્થાના સંકલન દ્વારા રોટરી ક્લબ ભરૃચ ખાતે શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત અને BDNP+ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ખાતે રાખવામાં આવ્યું જેમાં 6 અનાથ, 13 સિંગલ પેરન્ટ અને 61 જેટલા અન્ય કુલ મળી 80 જેટલા જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ જેવિકે ટીફીન બોક્સ, વોટર બોટલ, કંપાસ, પેન - પેન્સિલ બોક્સ, skechpen box, નોટ બૂકો, સ્કૂલ બેગ સહિત આપવા આવી જેથી કરીને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે. એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી, કાર્યક્રમ નિમિતે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયતની, શ્રી. આર. રામ કુમાર-યુનિટ હેડ, શ્રી. નિમેષ જાદવ-વાઈસ પ્રેસિડેન્ટ ના માર્ગદર્શન હ...

ભરૂચમાં ડીઝલ કટોકટીથી ક્વોરી ઉદ્યોગ ખોરવાયો, બાંધકામ પ્રોજેક્ટ્સ પણ અટકવાની અણી પર

Image
ભરૂચમાં ડીઝલ સંકટથી ક્વોરી અને પરિવહન ઉદ્યોગ ઠપ્પ, હજારો મજૂરો બેકાર ભરૂચ જિલ્લામાં છેલ્લા 10થી 12 દિવસથી ચાલી રહેલી ડીઝલની ગંભીર અછતને કારણે ક્વોરી ઉદ્યોગ અને તેને સંલગ્ન પરિવહન વ્યવસાય પર ભારે અસર પડી છે. ડીઝલના અભાવે જિલ્લાની અનેક ક્વોરીઓમાં કામકાજ ઠપ્પ થઈ ગયું છે, જેના કારણે રોજિંદા લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિને લઈને ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, જિલ્લામાં આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો પર ક્વોરી ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી ભારે મશીનરી જેવી કે હિટાચી, જેસીબી તેમજ માલસામાનની હેરફેર કરતા ડમ્પરો અને ટ્રકો માટે જરૂરી ડીઝલ ઉપલબ્ધ નથી. પરિણામે ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીઝલના અભાવે ક્વોરીઓ બંધ થવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો સ્થાનિક અને પરપ્રાંતિય મજૂરો તેમજ વાહનચાલકો બેરોજગાર બન્યા છે. તેમના પરિવારોની રોજીરોટી પર પણ ગંભીર અસર પહોંચી છે. બીજી તરફ, બ્લેક ટ્રેપ (કપચી)નો પુરવઠો ખોરવાતા જિલ્લામાં ચાલી રહેલા...

રોજગાર માટે સંઘર્ષ કરતી મહિલાઓ પર કાર્યવાહીથી ભારે રોષ, ન્યાયની માંગ ઉગ્ર

Image
અંકલેશ્વર ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ગરીબ, વિધવા અને શ્રમિક મહિલાઓ સાથે થતી હેરાનગતિ સામે મહિલાઓનો રોષ – “ટ્રાફિકનું બહાનું નહીં, અમને ન્યાય જોઈએ” અંકલેશ્વર ત્રણ રસ્તા શાકમાર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ, વિધવા, નિરાધાર અને શ્રમિક મહિલાઓએ આજે સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટના નેતૃત્વ હેઠળ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ કરી પોતાના બાળકો અને પરિવારનું ભરણપોષણ કરે છે, છતાં વારંવાર તેમને ટ્રાફિક સમસ્યાના નામે હેરાન કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ટ્રાફિકની સમસ્યા બહેનોના કારણે નહીં પરંતુ ખોટી જગ્યાએ ઉભા કરાયેલા સમગ્ર માર્કેટના કારણે છે. જો ખરેખર ટ્રાફિક સમસ્યા હોય તો આખું માર્કેટ ખસેડો, માત્ર ગરીબ બહેનોને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે?" તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી માત્ર ગરીબ મહિલાઓ સામે જ કરવામ...

ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલનો મોટો લોકસેવા યજ્ઞ; એક જ છત નીચે તમામ રોગોની ફ્રી તપાસ

Image
માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજના અંતરિયાળ અને જરૂરિયાતમંદ વર્ગ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાના શુભ આશય સાથે ભરૂચ શહેરમાં એક ભવ્ય અને સંયુક્ત મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું  રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલની સરાહનીય નિઃશુલ્ક સેવાથી વિવિધ તબીબી એસોસિએશનોના સહયોગથી 1 હજાર થી વધુ દર્દીઓએ લીધો મફત નિદાન અને દવાનો લાભ ભરૂચના તવરા રોડ પર આવેલી પ્રખ્યાત જય ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક 'મેગા મેડિકલ સહાયતા કેમ્પ' ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વહેલી સવારથી જ ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા. આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે શહેરના નામાંકિત તબીબી સંગઠનોએ પણ પોતાનો સક્રિય સહયોગ આપ્યો હતો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ભરૂચ બ્રાન્ચ) ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (ભરૂચ-અંકલેશ્વર બ્રાન્ચ) હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ભરૂચ યુનિટ) રોટરી કોમ્યુનિટી કોર્પ્સ (ભરૂચ) કેમ્પ દરમિયાન વિવિઘ રોગોના સુપર-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ સેવા આપી હતી. દર્દીઓને એક જ છત નીચે નીચે મુજબની તબીબી તપાસનો ...

લંકાની રાજકુમારીએ બંધાવેલું 'સમડી વિહાર' કે જામા મસ્જિદ? ભરૂચમાં પુરાતત્વ વિભાગ સામે આક્ષેપ સાથે સંવર્ધનની માંગ

Image
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ફરી વિવાદમાં જૈન સંતનો 'સમડી વિહાર' તીર્થ હોવાનો દાવો ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ફરી એકવાર કાયદાકીય અને ધાર્મિક વિવાદના કેન્દ્રમાં આવી છે.  તાજેતરમાં એક જૈન સંત દ્વારા આ વિવાદિત સ્થળ અસલમાં જૈન તીર્થ 'સમડી વિહાર' હોવાનો દાવો કરવામાં આવતા સ્થાનિક રાજકારણ અને ધાર્મિક ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જૈન સંતે આ ઐતિહાસિક ઇમારતની મુલાકાત લીધી હતી અને ત્યાં આવેલા ભોંયરામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, વહીવટી તંત્ર અથવા સંબંધિત પક્ષો દ્વારા તેમને ભોંયરામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ઘટના બાદ વિવાદે વધુ જોર પકડ્યું છે. લંકાની રાજકુમારી અને 'શકુનિકા વિહાર'નો ઇતિહાસ જૈન ધર્મના ઇતિહાસ અને પ્રાચીન વાયકાઓનો હવાલો આપતા સંતે જણાવ્યું હતું કે, સદીઓ પહેલાં લંકાની રાજકુમારીએ ભરૂચની આ પવિત્ર ભૂમિ પર એક ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું.  જૈન ગ્રંથો અને ઇતિહાસમાં આ સ્થળ 'સમડી વિહાર' અથવા શકુનિકા વિહાર' તરીકે ઓળખાય છે, જે આજે પણ જૈન સમુદાયમાં અત્યંત વિશેષ અને પૂજનીય સ્થાન ધરાવે છે સ્થળ પર થયેલા ફેરફારો ...

અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે શાકભાજી વેચતી મહિલાઓ પર પાલિકાની કનડગત સામે ઉગ્ર રોષ

Image
અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે શાકભાજી વેચાણ કરતી શ્રમિક મહિલાઓ સાથે પાલિકા તંત્રની હેરાનગતિ સામે ઉગ્ર રોષ, શાકમાર્કેટના સ્થળાંતર અને મહિલાઓના પુનર્વસનની માંગ અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતી ગરીબ, શ્રમિક, વિધવા અને નિરાધાર મહિલાઓ સાથે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને અમાનવીય વર્તન સામે અંકલેશ્વરના એડવોકેટો, મહિલા અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર ત્રણ રસ્તા વિસ્તાર ખાતે આવેલ હાલનું શાકભાજી માર્કેટ શહેરની વધતી વસ્તી, વિસ્તાર અને વાહનવ્યવહારની દ્રષ્ટિએ અત્યંત નાનું, અપૂરતું અને બિનઆયોજિત છે. માર્કેટ મુખ્ય માર્ગને અડીને આવેલ હોવાથી અહીં દિવસભર ભારે વાહનવ્યવહાર રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. પરંતુ આ સમસ્યાનું મૂળ કારણ ગરીબ મહિલાઓ નથી, છતાં વર્ષોથી ત્યાં મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને જ વારંવાર નિશાન બનાવવામાં આવે છે. રજૂઆતમાં જણાવાયું હતું કે આ મહિલાઓ પૈકી ઘણી વિધવા, નિરાધાર તથા પરિવારની એકમાત્ર...

સર્વાઇવલ ટેક્નોલોજીસમાં અચાનક ભીષણ આગ, શોર્ટ સર્કિટની આશંકા

Image
અંકલેશ્વર GIDCની સર્વાઇવલ ટેક્નોલોજીસ કંપનીમાં ભીષણ આગ: ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ તાત્કાલિક મોરચો સંભાળ્યો સદનસીબે મોટી જાનહાનિ ટળી, શોર્ટ સર્કિટની આશંકા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત (GIDC) માં આવેલી સર્વાઇવલ ટેક્નોલોજીસ લિમિટેડ કંપનીમાં ગતરોજ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર અને ફાયર વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી (DPMC) ના ફાયર ટેન્ડરો વિના વિલંબે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની તીવ્રતા ખૂબ જ વધારે હોવાના કારણે ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. આગને વધુ ફેલાતી અટકાવવા માટે ચારેય તરફથી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત અને કડક સંઘર્ષ બાદ ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા. મુખ્ય આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ, ઘટના સ્થળે લાંબા સમય સુધી કૂલિંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી જેથી આગ ફરી ન ભડકે.  શોર્ટ સર્કિટની આશંકા, જાનહાનિ ન થતાં તંત્રે લીધો રાહતનો શ્વાસ આ દુર્ઘટનામાં...

વાગરાનું જાગેશ્વર ગામ બન્યું સંગ્રામભૂમિ: પોતાના જ હક માટે લડતા નાગરિકોની અટકાયત કરાતા સરકાર સામે ઉગ્ર રજૂઆત

Image
વાગરાના જાગેશ્વર ગામે હક માટે લડતા ગ્રામજનોની પોલીસ દ્વારા અટકાયત, "અમને ગોળી મારી દો અથવા ન્યાય આપો" ના નારા સાથે ભારે આક્રોશ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામે પોતાના હક અને અધિકારો માટે શાંતિપૂર્ણ લડત ચલાવી રહેલા સ્થાનિક ગ્રામજનો અને પોલીસ વચ્ચે ગંભીર ઘર્ષણની ઘટના સામે આવી છે. લાંબા સમયથી ન્યાયની આશાએ આંદોલન કરી રહેલા નિર્દોષ નાગરિકોની અવાજ દબાવવા માટે તંત્ર દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરી સામૂહિક અટકાયત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. લોકશાહીમાં પોતાની જમીન, રોજગાર અને મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. પરંતુ જાગેશ્વર ગામની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે વહીવટી તંત્ર જનતાનો અવાજ સાંભળવાને બદલે સત્તાના જોરે તેને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોલીસ કાર્યવાહીથી રોષે ભરાયેલા અને લાચાર બનેલા ગ્રામજનોએ ભારે આક્રમક શબ્દોમાં વહીવટી તંત્ર અને સરકાર સામે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે,આવી તાનાશાહી સરકાર સામે જીવવા કરતાં મરવું સારું. કાં તો અમને ગોળી મારીને ખતમ કરી દો, અથવા અમને ન્યાય આપો! નાગરિકોના મુખેથી નીકળેલા આ પ...

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ

Image
સહજાનંદ એવન્યુ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ વચ્ચે પ્રકૃતિના જતન માટે જાગૃતિ લાવવી ખૂબ જ અનિવાર્ય બની ગઈ છે. આ જ ઉમદા હેતુ સાથે ગઈકાલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે સ્થાનિક સહજાનંદ એવન્યુના સક્રિય રહીશો અને કાર્યકરો દ્વારા પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે એક પ્રેરણાદાયી સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ અવસરે સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને સોસાયટીની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરીને આ દિવસની સાર્થક ઉજવણી કરી હતી. સક્રિય કાર્યકરોનું નોંધપાત્ર યોગદાન આ સમગ્ર પર્યાવરણલક્ષી કાર્યક્રમને સફળ બનાવવામાં સહજાનંદ એવન્યુના સક્રિય અગ્રણીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં:શ્રી શનિભાઈ પટેલ અને શ્રીમતી ભાવિશા પટેલશ્રી મિતેશભાઈ સવાણી,અને શ્રીમતી કૃપાલી સવાણી શ્રી પ્રજ્ઞેશ પટેલ અને શ્રીમતી અનસૂયા પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ રોકડિયા,શ્રી પ્રદીપભાઈ પટેલ, શ્રી મયંકભાઈ હિંગુ, શ્રી વીરુભાઈ રાજ્યગુરુ તથા શ્રી સુલભ શ્રીવાસ્તવ આ તમામ કાર્યકરોએ હાજર રહીને માત્ર વૃક્ષો વાવ્ય...