ભરૂચ-અંકલેશ્વરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી: ડેરીઓમાંથી દૂધના નમૂના લેવાયા, લાયસન્સ વિના વેપાર કરનારને નોટિસ

ભરૂચ અને અંકલેશ્વરમાં વહેલી સવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ: ૧૪ ડેરીઓ પર તપાસ, દૂધના સેમ્પલ લેવાયા




ભરૂચ તથા અંકલેશ્વર વિસ્તારમાં વહેલી સવારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drug Regulatory Authority) દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓ જેવી કે દૂધ અને ઘીનું છૂટક વેચાણ કરતી ડેરીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


૦૫ શંકાસ્પદ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની કુલ-૧૪ જેટલી ડેરીઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલા છૂટક દૂધના કુલ-૦૫ નમૂના લેવામાં આવ્યા છે, 

 


આ તમામ સેમ્પલોને કાયદેસરની પ્રક્રિયા હેઠળ સીલ કરી લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન જે પેઢીઓ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે વેપાર કરતી ઝડપાઈ હતી, તે તમામ પેઢીઓને તંત્ર દ્વારા સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લેબોરેટરીમાંથી દૂધના ટેસ્ટિંગનું પરિણામ આવ્યા બાદ, નિયમ વિરૂદ્ધ કામગીરી કરનારાઓ સામે આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

#ગુજરાત ની પરછાઇ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ