Posts

Showing posts from February, 2026

ઝઘડિયાના ગોવાલીમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર, ગેરકાયદેસર દરગાહ પર ફર્યું બુલડોઝર

Image
ભરૂચ ઝઘડિયાના ગોવાલીમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર, ગેરકાયદેસર દરગાહ પર ફર્યું બુલડોઝર રિપોર્ટર,પરેશપ્રજાપતિ  ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં સરકારી ગૌચરની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને લઈને સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગૌચરની જમીન પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવેલા દબાણ અને ત્યાં દરગાહના નિર્માણના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોવાલી ગામમાં પશુઓના ચરવા માટેની ગૌચરની જમીન પર કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને દરગાહ બનાવી દેવામાં આવી હતી. આ બાબત સામે આવતાની સાથે જ સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોના સંતો-કાર્યકરોમાં ભારે રોષની લાગણી જન્મી હતી. સ્થાનિક સંગઠનો દ્વારા આ મામલે તાલુકાથી લઈને જિલ્લા કક્ષા સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમની માંગ હતી કે સરકારી જમીન પર કબ્જો કરનારા તત્વો સામે માત્ર દબાણ હટાવવાની કાર્યવાહી જ નહીં, પરંતુ 'લેન્ડ ગ્રેબિંગ એક્ટ' (જમીન પચાવી પાડવાના કાયદા) હેઠળ કડક ગુનો દાખલ કરવામાં આવી. હિન્દુ સંગઠનોના ઉ...

હિન્ડાલ્કો દહેજ-પખાજણ યુનિટ દ્વારા ૧૯૨ થી વધુ ટ્રક ડ્રાઇવરો માટે ‘સારથિ ઉત્સવ’ યોજાયો

Image
હિન્ડાલ્કો દહેજ અને પખાજણ યુનિટ દ્વારા ટ્રક ડ્રાઇવરો માટે ‘સારથિ ઉત્સવ’ સંપન્ન રિપોર્ટર, જીગ્નેશ રાજપૂત ‘લાઇફ ઓન વ્હીલ્સ’ પ્રોજેક્ટ હેઠળ ૧૯૨ થી વધુ ડ્રાઇવરોની આરોગ્ય તપાસ કરાઈ; શ્રેષ્ઠ કામગીરી કરનાર ચાલકોનું સન્માન હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના દહેજ અને પખાજણ યુનિટ દ્વારા સામાજિક જવાબદારી (CSR) ના ભાગરૂપે ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં ટ્રક ડ્રાઇવરો માટે અનોખા ‘સારથિ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્ડાલ્કોના વ્યાપક CSR પ્રોજેક્ટ ‘લાઇફ ઓન વ્હીલ્સ’ હેઠળ યોજાયેલા આ એક દિવસીય ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપતા ટ્રક ડ્રાઇવરોના કાર્યને બિરદાવવાનો અને માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં RTO અધિકારી તેજસ પ્રજાપતિ, સહાયક RTO અધિકારી એન.પી. દયમા, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી તેમજ અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકી અને દહેજ ગામના સરપંચ જયદીપસિંહ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હિન્ડાલ્કો કોપરના ફાઇનાન્સ હેડ બિષ્ણુ અગ્રવાલ, ચીફ લોજિસ્ટિક્સ હેડ સુકાંત દાસ અને યુનિટ હેડ કે. કુમારવેલે આદિત્ય બિરલા ગ્રુપની સેવાકીય પ્ર...