ગાંધીનગરમાં ABPSSનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું: સમગ્ર દેશમાં 'પત્રકાર સુરક્ષા કાનૂન' અમલી બનાવવા બુલંદ માંગ
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ગાંધીનગરમાં રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું સમગ્ર દેશમાં 'પત્રકાર સુરક્ષા કાનૂન' અમલી બનાવવા બુલંદ માંગ ગાંધીનગર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)ના રાષ્ટ્રીય મહા અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મા ઉમિયાની મંગળ આરતી સાથે શુભારંભ થયેલા આ મહા અધિવેશનમાં દેશના ૨૦ જેટલા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા, રાષ્ટ્રીય કાર્યકારિણી ના હોદ્દેદારો,રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશભાઈ કાલાવડિયા, રાષ્ટ્રીય મહાસચિવ મહેફુઝ ખાન, અજય પ્રતાપ સિંહ, રાકેશ પરિહાર, મનમોહન સિંહ ,ધવલ માકડિયા, બાબુલાલ ચૌધરી,સમ્રાટ બૌધ, કિશન વેકરીયા તથા પ્રદેશ કક્ષાના હોદ્દેદારો અને વિવિધ રાજકીય ક્ષેત્રના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોના હક્કો, તેમની સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ જેવા ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવા માટે આયોજિત આ સંમેલનમાં અભૂતપૂર્વ પત્રકાર એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અધિવેશનને સંબોધતા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયાએ...