ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ વિલાયતની અનોખી CSR પહેલ, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે સંપૂર્ણ કીટ અર્પણ

આદિત્ય બિરલા ગ્રાસીમ, વિલાયત, HIV/AIDS થી અસરગ્રસ્ત બાળકોની વહારે, '' પ્રોજેક્ટ સમ્માન'' થકી આ બાળકો સમ્માન ભેર પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે શૈક્ષણિક કીટની સહાય. 


ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયતના CSR વિભાગ દ્વારા ભરૃચ જિલ્લાના 19 ગામના HIV/AIDS અસરગ્રસ્ત 80 જેટલા જરૂરિયાત મંદ બાળકોને BDNP+ સંસ્થાના સંકલન દ્વારા રોટરી ક્લબ ભરૃચ ખાતે શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.


ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત અને BDNP+ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ખાતે રાખવામાં આવ્યું જેમાં 6 અનાથ, 13 સિંગલ પેરન્ટ અને 61 જેટલા અન્ય કુલ મળી 80 જેટલા જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ જેવિકે ટીફીન બોક્સ, વોટર બોટલ, કંપાસ, પેન - પેન્સિલ બોક્સ, skechpen box, નોટ બૂકો, સ્કૂલ બેગ સહિત આપવા આવી જેથી કરીને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે. એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી, કાર્યક્રમ નિમિતે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયતની, શ્રી. આર. રામ કુમાર-યુનિટ હેડ, શ્રી. નિમેષ જાદવ-વાઈસ પ્રેસિડેન્ટ ના માર્ગદર્શન હેઠળ, અને  શ્રી .રેણુ માથુર-આસીસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ , CSR વિભાગના , સતીષ ભૂવીર-હેડ CSR Grasim, હેમરાજ પટેલ - AGM CSR, તરંગ પરમારની ઉપસ્થિતિમાં, BDNP+ સંસ્થાના અધિકારી ગણ, Rotary club ના પ્રમુખશ્રી તેમજ આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની સમજ અને મહત્વતા ત્થા સરકારી અન્ય યોજનાઓ વિષે ઊંડાણથી વીગતવાર સમજ આપવામાં આવી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આ તબક્કે ઉપસ્થિત વાલીઓ, BDNP+ ત્થા બાળકો દ્વારા ગ્રiસીમ કંપનીના ઉત્કૃષ્ટ CSR initiative ના યોગદાન માટે હદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ