ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલનો મોટો લોકસેવા યજ્ઞ; એક જ છત નીચે તમામ રોગોની ફ્રી તપાસ

માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજના અંતરિયાળ અને જરૂરિયાતમંદ વર્ગ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાના શુભ આશય સાથે ભરૂચ શહેરમાં એક ભવ્ય અને સંયુક્ત મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું 


રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલની સરાહનીય નિઃશુલ્ક સેવાથી વિવિધ તબીબી એસોસિએશનોના સહયોગથી 1 હજાર થી વધુ દર્દીઓએ લીધો મફત નિદાન અને દવાનો લાભ


ભરૂચના તવરા રોડ પર આવેલી પ્રખ્યાત જય ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક 'મેગા મેડિકલ સહાયતા કેમ્પ' ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વહેલી સવારથી જ ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા.


આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે શહેરના નામાંકિત તબીબી સંગઠનોએ પણ પોતાનો સક્રિય સહયોગ આપ્યો હતો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ભરૂચ બ્રાન્ચ) ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (ભરૂચ-અંકલેશ્વર બ્રાન્ચ) હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ભરૂચ યુનિટ) રોટરી કોમ્યુનિટી કોર્પ્સ (ભરૂચ) કેમ્પ દરમિયાન વિવિઘ રોગોના સુપર-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ સેવા આપી હતી. દર્દીઓને એક જ છત નીચે નીચે મુજબની તબીબી તપાસનો લાભ મળ્યો હતો.


સર્જરી, હૃદયરોગ (કાર્ડિયોલોજી), કિડની (નેફ્રોલોજી) અને હાડકાંના રોગો, સ્ત્રીરોગ અને બાળરોગના નિષ્ણાતો દ્વારા ખાસ તપાસ. તેમજ આખ, દાંત, કાન-નાક-ગળા (ENT), ચામડી તેમજ ગુપ્તરોગનું સચોટ નિદાન.


કેમ્પમાં તપાસ અર્થે આવેલા તમામ દર્દીઓને નિદાન બાદ જરૂરી દવાઓનું તદ્દન મફત વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જે દર્દીઓને ઓપરેશન અથવા લાંબી સારવારની જરૂરિયાત જણાઈ, તેઓને નજીવા અને આર્થિક રાહત દરે આધુનિક ઓપરેશન સુવિધા મળી રહે તે માટેનું વિશેષ માર્ગદર્શન પણ અપાયું હતું.

આ સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે પૂર્વ ધારાસભ્ય અને દીવ-દમણના પ્રભારી દુષ્યંત પટેલ તેમજ ઝૂલેલાલ મંદિરના સંચાલક સાંઈ મનીષલાલ ઠાકુર ભરૂચ જાણીતા બિલ્ડર પંકજ હરિયાણી, અલ્પેશ હરિયાણી ખાસ હાજર રહ્યા હતા.

સમગ્ર કેમ્પનું સુચારુ સંચાલન અને તેને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન અનીશ પરીખ, પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાએ ભારે જહેમત ઉઠાવી હતી.

અમારો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકોને સરળતાથી અને કોઈ પણ આર્થિક બોજ વિના શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટેનો છે. ભવિષ્યમાં પણ આવા લોકઉપયોગી કાર્યો ચાલુ રહેશે.

#ગુજરાત ની પરછાઇ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ