બે દિવસીય હાઈ-વોલ્ટેજ ટૂર્નામેન્ટનું શાનદાર સમાપન; ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનોના હસ્તે વિજેતાઓને ટ્રોફી એનાયત
વેજલપુર એકતા કપ-૨૦૨૬: પાંડવાસ ઇલેવનનો ભવ્ય વિજય, સિકોતર યુવક મંડળને ૮ વિકેટે હરાવ્યું રિપોર્ટ, ભરતમિસ્ત્રી મહેશ્વરી સર્વિસીસ દ્વારા એસપી ઓફિસના મેદાન પર આયોજિત બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૧૨ ટીમો વચ્ચે જામ્યો જંગ; ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના રાજકીય-સામાજિક અગ્રણીઓએ યુવાનોનો ઉત્સાહ વધાર્યો ભરૂચના એસપી ઓફિસના રમતગમત મેદાન ખાતે મહેશ્વરી સર્વિસીસ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત બે દિવસીય "વેજલપુર એકતા કપ ૨૦૨૬" ક્રિકેટ ટૂર્નામેન્ટનું અત્યંત શાનદાર, ભવ્ય અને રોમાંચક માહોલમાં સમાપન થયું છે. સમગ્ર પંથકના યુવાનોમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેની રુચિ વધે તેમજ સ્થાનિક યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડી શકાય તેવા ઉમદા આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોર્ટ-ફોર્મેટ ક્રિકેટ મહાકુંભમાં જિલ્લાની કુલ ૧૨ જેટલી દિગ્ગજ અને નામાંકિત ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બે દિવસ સુધી એસપી ઓફિસના ગ્રાઉન્ડ પર ચાલેલી આ સ્પર્ધામાં એકથી એક ચડિયાતા અને રસાકસીભર્યા મુકાબલાઓ જોવા મળ્યા હતા, જેમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ખેલદિલી અને ક્ષમતાનું પ્રદર્શન કરી ઉપસ્થિત હજારો રમતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ટ...