Posts

Showing posts from January, 2026

દહેજમાં દીપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન,44 ગામો અને ઉદ્યોગોને મળશે મોટી રાહત

Image
દીપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન, દીપક ગ્રુપની CSR પહેલ  રિપોર્ટર,જીગ્નેશ,રાજપૂત દહેજ PCPIR માં આરોગ્ય સેવાઓ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ભરૂચ - દહેજ પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજનના ઔદ્યોગિક અને સામાજિક - આર્થિક પરિદ્રશ્યમાં આજે એક નવો વળાંક આવ્યો છે. દીપક ગ્રુપની CSR પહેલ અને દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત દીપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  50 બેડની આ અત્યાધુનિક સુવિધા ભારતના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક કોરિડોરમાં સ્થાનિક અને વ્યાપક ક્લિનિકલ સેવાઓની શરૂઆત કરે છે.  આ સુવિધાના પ્રારંભ સાથે, ભરૂચ સુધીના 55 કિલોમીટરના અંતરનું અવરોધ દૂર થશે, જેનાથી કટોકટીના સમયે જીવનરક્ષક સારવાર માટેનો અમૂલ્ય સમય (ગોલ્ડન અવર) બચાવી શકાશે. હોસ્પિટલની સેવાઓ ખાસ કરીને ટ્રોમા અને ક્રિટિકલ કેર માટે તૈયાર કરવામાં આવી છે: • એડવાન્સ્ડ ટ્રોમા અને ICU વિંગ, કેમિકલ બર્ન્સ (રાસાયણિક દાઝ્યા) અને જટિલ ઔદ્યોગિક અકસ્માતો માટે વિશિષ્ટ પ્રોટોકોલ. • મલ્ટિડિસિપ્લિનરી સ્યુટ: જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજી, ઓપ્થાલમોલોજી (આંખ), ENT (કાન-ન...

ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે અચાનક ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભરાટ મચ્યો

Image
ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આકસ્મિક દરોડા અનેક વેપારીઓના નમૂના લેવાતા ફફડાટ રિપોર્ટર, જીગ્નેશરાજપૂત ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી  ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ (FDCA) એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે અચાનક ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભરાટ મચી જવા પામ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વોને પકડવા માટે તંત્ર દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ શહેરના મુખ્ય બજારો ઉપરાંત અંકલેશ્વર, ઝગડીયા અને જંબુસર જેવા તાલુકા મથકોએ પણ ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ, મીઠાઈ, તેલ અને ફરસાણની દુકાનોમાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના (Samples) લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જો લેબ રિપોર્ટમાં કોઈ ક્ષતિ કે ભેળસેળ જણાશે, તો જે-તે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી અને ભારે દંડ ફટકારવામા...