Posts

Showing posts from April, 2026

અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે બનતો નવો બ્રિજ ચોમાસામાં 'આફત' બની શકે: પ્રકૃતિ સુરક્ષા મંડળની કલેક્ટરને રજૂઆત

Image
અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે બની રહેલ નવા બ્રિજ માટે બનાવાયેલ ડાઈવર્જન ચોમાશા માં આફત રૂપ બની શકે  આ બાબતે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરાઇ છે. અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે સમય ની માંગ નુજબ નવા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહેલ છે અને તે માટે માર્ગ ને ડાઈવર્જન આપવામાં આવેલ છે જે માટે હંગામી બ્રિજ બનાવવામાં આવેલ છે. આ હંગામી હોવાના લીધે ઓછી ઊંચાઈ અને પાણી ના વહન માટે પાઈપો નાખવામાં આવેલ છે.   બ્રિજ ની કામગીરી ચોમશાં ની ઋતુ ની શરૂઆત પેહલા ચાલુ કરવામાં આવેલ છે. આ કામગીરી પેહલા કરવી જરૂરી હતી. અને હવે આ કામગીરી ચોમાશા પેહલા પૂરું થવાની શક્યતા ઓછી દેખાય છે. કામગીરી દરમ્યાન ચોમાશા ની ઋતુ ની આગમન ની શક્યતાઓ રહેલી છે. અને જો ચોમાશા માં વધારે વરસાદ આવશે તો આ નાખેલ પાઈપો પાણી ના વહન માટે અપૂરતી બની રેહશે અને પાણી ડાઈવર્જન ના ઉપરથી પસાર થસે જેથી વાહન વ્યવહાર ખોળવાઈ શકે છે. અને ડાઈવર્જન પણ ધોવાઈ જવાની શક્યતાઓ છે. આ ધોવાણ ના કારણે ખાડી માં માટી પુરાણ થસે, પાણી ના દબાણ ના લીધે પિરામણ ગામ અને અંકલેશ્વર શહેર માં પણ વાહન વ્યવહાર ખોરવાઇ શકે છે. જાન માલ ને નુકશાન થઈ શકે છે...

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનો દિવ્યાંગ બાળકોને Epigral Limited, દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લીધા

Image
 એપીગ્રલ લિમિટેડ, દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનો દિવ્યાંગ બાળકોને વાર્ષિક દત્તક સહાય ભરૂચના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનો દિવ્યાંગ બાળકોને Epigral Limited, દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા. આ પ્રસંગે એપીગ્રલ (મેઘમણી) કંપનીના ફાઉન્ડર અને ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી હતી. આ મનો દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ તેમજ દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય અને સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા મનો દિવ્યાંગ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનવો જરૂરી છે. તેમણે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાના સ્થાપક શ્રી તથા ટ્રસ્ટ મંડળને અભિનંદન પાઠવ્યા હતા. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા તથા યુનિટ હેડ રાકેશ દવે એ જણાવ્યું હ...

ગામડિયાવાડ અને વાણિયાવાડમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ વાહનો સળગાવ્યા

Image
ચૂંટણીના માહોલ વચ્ચે વેજલપુરમાં અશાંતિ: અજાણ્યા શખ્સોએ 4 બાઈક અને 1 રિક્ષા ફૂંકી મારી એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા ભયનો માહોલ ફેલાયો છે. વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના આશરે ૧:૪૫ થી ૨:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે રહીશો નિદ્રાધીન હતા, ત્યારે અજાણ્યા તત્વોએ રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી **૪ બાઈક અને ૧ રિક્ષાને** નિશાન બનાવી હતી. આગના કારણે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. અચાનક લાગેલી આગને કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ચૂંટણીના ટાણે જ બનેલી આ ઘટના પાછળ કોઈ ચોક્કસ ટોળકીનો હાથ છે કે પછી શાંતિ ડહોળવાનો પ્રયાસ, તે દિશામાં ચર્ચાઓ જાગી છે. સ્થાનિકો દ્વારા આ મામલે સખત તપાસની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ વેજલપુરના જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી લોકોને પોતાના વાહનોની સુરક્ષા બાબતે સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં સીસી...

સિલ્વર જ્યુબિલી વટાવી બિનહરીફની પરંપરા 26માં વર્ષમાં પ્રવેશી: પાનોલી મંડળમાં નવો ઈતિહાસ

Image
પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં એકતાના દર્શન: સતત 26માં વર્ષે ચૂંટણી બિનહરીફ ઉદ્યોગકારોએ પ્રમુખ બી. એસ. પટેલ અને મંત્રી કિરણસિંહ પરમારની ટીમ પર ફરી વિશ્વાસ મૂક્યો: જનરલ અને રિઝર્વ કેટેગરીની તમામ બેઠકો બિનહરીફ જાહેર પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (PIA) એ ફરી એકવાર સમગ્ર રાજ્યના ઉદ્યોગ મંડળો માટે એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2026-27 ની કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણીમાં એક પણ હરીફ ઉમેદવાર ન આવતા, સતત 26માં વર્ષે પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી બિનહરીફ જાહેર કરવામાં આવી છે. મંડળના પ્રમુખ બી. એસ. પટેલ અને માનદ મંત્રી કિરણસિંહ પરમારની આગેવાની હેઠળની ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગકારોના હિતમાં અને પાનોલી જીઆઈડીસીના વિકાસ માટે અનેક મહત્વના કાર્યો કર્યા છે. આ યશસ્વી કામગીરીને પગલે ઉદ્યોગકારોમાં વ્યાપક સંતોષ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે તમામ સભ્યોએ વર્તમાન ટીમમાં પોતાનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વર્ષે જનરલ કેટેગરીની 7 બેઠકો અને રિઝર્વ કેટેગરીની 2 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી નિર્ધારિત સંખ્યામાં જ ઉમેદવારી ફોર્મ ભરાતા ચૂંટણી સમિ...

ઔદ્યોગિક નગરી અંકલેશ્વર સજ્જ: ૧૨૫થી વધુ સ્ટોલ્સ સાથે ત્રિ-દિવસીય મેગા એક્સપોનો પ્રારંભ થશે

Image
અંકલેશ્વર ખાતે ૧૬ એપ્રિલથી ‘૧૬મો એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એક્સપો-૨૦૨૬’ નો પ્રારંભ થશે  ત્રણ દિવસીય મેગા પ્રદર્શનમાં ૧૨૫થી વધુ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે: શ્રેષ્ઠ ઉદ્યોગોને આનંદપુરા ટ્રોફીથી નવાજવામાં આવશે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના આંગણે આગામી તારીખ ૧૬ એપ્રિલથી ત્રણ દિવસ માટે ટેકનોલોજી અને ઉદ્યોગોનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (AIA) દ્વારા ૧૬માં ‘એઆઈએ - ઈન્ડસ્ટ્રીયલ એક્સપો - ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જીઆઇડીસી સ્થિત ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ સામેના યુટિલિટી પ્લોટ ખાતે ૧.૨૦ લાખ સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં આ પ્રદર્શન યોજાશે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આરતી ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેંટ શ્રી મનોજ કુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેચરિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ડી. કે. રાણા તથા કોહિઝોન લાઈફ સાયન્સના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સી. બી. ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે એ.આઈ.એ. આનંદપુરા ટ્રોફી વિતરણ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ કેટેગરીમાં શ્રેષ્ઠ નિકાસ (Export) અને સૌથી વધુ ઉત્પાદન ટર્નઓવર મેળવનાર ...

હિન્ડાલ્કોની અનોખી પહેલ: પખાજણ અને આસપાસના ૧૨ ગામો માટે “સ્વાસ્થ્ય વાહિની” મોબાઈલ હેલ્થ યુનિટનો પ્રારંભ

Image
હિન્ડાલ્કો દ્વારા “સ્વાસ્થ્ય વાહિની” મોબાઇલ હેલ્થ યુનિટનો શુભારંભ રિપોર્ટર,જીગ્નેશરાજપૂત  હિન્ડાલ્કો ઇ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ યુનિટ, પખાજન દ્વારા કોર્પોરેટ એન્વાયર્નમેન્ટ રિસ્પોન્સિબિલિટી (CER) પહેલ અંતર્ગત તારીખ 01/04/2026 ના રોજ પખાજણ ગામેથી “સ્વાસ્થ્ય વાહિની” મોબાઇલ હેલ્થ યુનિટ (MHU)નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મોબાઇલ હેલ્થ યુનિટ નજીકના કુલ 12 ગામોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડશે. જેના દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે મફત તબીબી સલાહ, આરોગ્ય તપાસ, આવશ્યક દવાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત પખાજન પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા નવા વાહન માટે પરંપરાગત પૂજા વિધિથી કરવામાં આવી. ત્યારબાદ વાગરા તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ. પ્રવીણ કુમાર સિંહ દ્વારા નારિયેળ વધેરવામાં આવ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી, ગામના સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ હિન્ડાલ્કોના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે રિબન કાપી અને લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યુ, જે આ વિસ્તારમાં મોબાઇલ આરોગ્ય સેવાઓની સત્તાવાર શરૂઆતનો સંકેત આપે છે....