વેલિયન્ટ ઓર્ગેનિક પર વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણી છોડવાનો આક્ષેપ, GPCB દ્વારા નોટિસ અપાઈ હોવાની ચર્ચા

ઝઘડિયા GIDC સ્થિત વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીને GPCB દ્વારા નોટિસ અપાઈ હોવાની ચર્ચા, વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણી છોડવાના આક્ષેપો


રિપોર્ટર, પરેશપ્રજાપતિ 

ઝઘડિયા GIDC સ્થિત વેલિયન્ટ ઓર્ગેનિક કંપની સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા  નોટિસ અપાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. તે વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણનો લાભ લઈ કંપની દ્વારા વરસાદી કાંસોમાં કથિત રીતે પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું હોવાના વિડિઓ ફોટો સાથે આક્ષેપો સાથે Gpcb ને સ્થળ ઉપર બોલાવી પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે .


મળતી માહિતી મુજબ, ગતરોજ ભારે વરસાદી વાતાવરણ નો લાભ લઈ ઝઘડિયા GIDCના પ્લોટ નં. 775, 776, 777, 914 અને 915 ખાતે આવેલી વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીના પરિસરમાંથી વરસાદી પાણી સાથે કથિત રીતે પ્રદૂષિત પાણી બહાર છોડવામાં આવ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ અંગે સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને જાણ કરતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી કંપનીના પરિસરમાંથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હોવાની તેમજ કંપનીને સફાઈ અને જરૂરી કાર્યવાહી અંગે નોટિસ પાઠવવામાં આવી હોવાની વિગતો મળી રહી છે.

આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવાની આશંકાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીની આડમાં જો ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ડ્રેનેજ અથવા કુદરતી નાળામાં છોડવામાં આવે તો તે ખેતીની જમીન, જળસ્ત્રોતો અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે કંપની સામે GPCB દ્વારા નોટિસ અપાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, આ નોટિસ કયા કારણોસર આપવામાં આવી છે અને તાજેતરના પ્રદૂષણના આક્ષેપોને લઈને GPCB દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ