વાગરાના આદિત્ય બિરલા સ્કિલ્સ સેન્ટરમાં પ્રથમ પ્રમાણપત્ર વિતરણ સમારોહ: 74 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર, 10ને મળ્યા જોબ ઓફર લેટર્સ

હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ(આદિત્ય બિરલા ગ્રુપ) દ્વારા સંચાલિત આદિત્ય બિરલા સ્કિલ્સ સેન્ટર, વાગરામાં પ્રથમ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો


વાગરા: હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ (આદિત્ય બિરલા ગ્રુપ) દ્વારા સંચાલિત આદિત્ય બિરલા સ્કિલ્સ સેન્ટર (ABSC), વાગરા ખાતે પ્રથમ પ્રમાણપત્ર વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલીમાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવાની સાથે સ્થાનિક યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન ક્ષેત્રે સંસ્થાના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ૭૪ તાલીમાર્થીઓને કોર્સ પૂર્ણાહુતિના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાંથી તાલીમાર્થીઓને વિવિધ નામંકિત કંપનીઓમાં સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ૧૦ તાલીમાર્થીઓને નામંકિત કંપનીઓમાં રોજગારી માટેના ઓફર લેટર્સનું મંચ પરથી વિતરણ કરવામાં આવ્યું, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.

આદિત્ય બિરલા સ્કિલ્સ સેન્ટર (ABSC), વાગરા સ્થાનિક યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ ગુણવત્તાસભર કૌશલ્ય તાલીમ અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે. કેન્દ્રમાં મેકેનિકલ ફિટર ટેકનિશિયન, વેલ્ડર ટેકનિશિયન, ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન, ફેશન ટેકનિશિયન, પેશન્ટ કેર આસિસ્ટન્ટ તથા ફાઇનાન્સિયલ સર્વિસિસ એસોસિયેટ જેવા રોજગારલક્ષી કોર્સ દ્વારા તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન ટેકનિકલ જ્ઞાન ઉપરાંત સોફ્ટ સ્કિલ્સ, વ્યક્તિત્વ વિકાસ, કાર્યસ્થળ પરની સલામતી, સંચાર કૌશલ્ય અને ઇન્ટરવ્યૂ તૈયારી પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે, જેથી તાલીમાર્થીઓ રોજગાર માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે.

કાર્યક્રમને સંબોધતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજના યુગમાં કૌશલ્ય વિકાસ એ યુવાનોને આત્મનિર્ભર બનાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે. ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ તાલીમ અને રોજગાર સાથે જોડાયેલી પહેલ દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર અને રોજગારી મેળવનાર તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

પ્રથમ પ્રમાણપત્ર વિતરણ સમારોહ માત્ર તાલીમ પૂર્ણ કરવાનો પ્રસંગ નહીં, પરંતુ યુવાનોના આત્મવિશ્વાસ, કૌશલ્ય અને ઉજ્જવળ કારકિર્દીની નવી શરૂઆતનું પ્રતિક બની રહ્યો હતો. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (આદિત્ય બિરલા ગ્રુપ) દ્વારા સંચાલિત આદિત્ય બિરલા સ્કિલ્સ સેન્ટર, વાગરા આગામી સમયમાં પણ સ્થાનિક યુવાનોને ગુણવત્તાસભર કૌશલ્ય તાલીમ, ઉદ્યોગો સાથે જોડાણ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત રહેશે.

#ગુજરાત ની પરછાઇ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ