PGP Glass દ્વારા 51 મહિલાઓનું સન્માન; 3 મહિનાની તાલીમ પૂર્ણ કરી મેળવી વ્યવસાયિક કિટ્સ

PGP Glass દ્વારા 'પ્રોજેક્ટ સશક્તિકરણ' અંતર્ગત 51 મહિલાઓનું સન્માન: ઉચ્છદ ગામે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ યોજાયો


જંબુસર, દેવેન્દ્ર મિસ્ત્રી 

જંબુસર ની PGP Glass Limited દ્વારા ઉચ્છદ ગામ ખાતે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે પ્રોજેક્ટ સશક્તિકરણ' અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 'જન શિક્ષણ સંસ્થાન, ભરૂચ'ના સહયોગથી ચાલેલા 3 મહિનાના તાલીમ કાર્યક્રમમાં કુલ 51 મહિલાઓએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી હતી.

કૌશલ્ય તાલીમ 31 મહિલાઓએ ટેલરિંગ અને 18 મહિલાઓએ બ્યુટી પાર્લરનો કોર્સ પૂર્ણ કર્યો.

તમામ સફળ તાલીમાર્થીઓને 'સ્કિલ ઈન્ડિયા' સર્ટિફિકેટ અને વ્યવસાયિક કિટ્સ એનાયત કરવામાં આવી.


કાર્યક્રમમાં ગામના સરપંચ વિજયસિંહ રાજ, PGP Glassના પ્લાન્ટ HR હેડ દિનેશ લોહાણા, જે.એસ.એસ. ભરૂચના મુન્ના ઝૈનુલ સૈયદ અને 100થી વધુ ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવી સ્વરોજગારની તકો પૂરી પાડવાનો છે. સરપંચ અને સ્થાનિકોએ PGP Glass Limitedની આ સામાજિક જવાબદારી (CSR) અને મહિલા ઉત્થાનના પ્રયાસોને બિરદાવ્યા હતા.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ