ગુજરાતની ૮૪ નગરપાલિકાઓમાં સૌથી મોટી લીડ, ભરૂચના શમશાદ અલી સૈયદ ૭૪૩૨ મતો સાથે વિજેતા

ભરૂચ માટે ગૌરવ સમાન સિદ્ધિ – કોંગ્રેસ નેતા શમશાદ અલી સૈયદ (ગુજરાતમાં સૌથી વધુ મતો સાથે ભવ્ય વિજય) – ભરૂચ નગરપાલિકા વોર્ડ નં. ૨માં ઐતિહાસિક જીત 


ભરૂચ નગરપાલિકા વોર્ડ નં. ૨માં થયેલ ચૂંટણીમાં શમશાદ અલી સૈયદે ભવ્ય અને ઐતિહાસિક વિજય મેળવી નવી સિદ્ધિ નોંધાવી છે. સમગ્ર ગુજરાતમાં યોજાયેલી ૮૪ નગરપાલિકાઓની ચૂંટણીમાં તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મતો(7432) સાથે સૌથી મોટી લીડ મેળવી અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે, જે ભરૂચ શહેર અને કોંગ્રેસ પાર્ટી માટે ગૌરવની વાત છે.

આ વિજય માત્ર એક વ્યક્તિની જીત નથી, પરંતુ વોર્ડ નં. ૨ના જાગૃત નાગરિકોના અખંડ વિશ્વાસ, એકતા અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. જનતાએ જે અપાર પ્રેમ અને સમર્થન આપ્યું છે, તે આગામી સમયમાં વધુ જવાબદારી અને સેવાભાવ સાથે કામ કરવાની પ્રેરણા આપે છે.


ચૂંટણી દરમિયાન દરેક કાર્યકર, યુવાનો, વડીલો, માતા-બહેનો તથા આગેવાનો દ્વારા કરાયેલ અથાગ મહેનત અને સમર્પણ આ વિજયના પાયા સમાન છે. આ સફળતા તમામ લોકોની સંયુક્ત મહેનતનું પરિણામ છે, જેમણે દિવસ-રાત મહેનત કરીને આ જીત સુનિશ્ચિત કરી છે.


શમશાદ અલી સૈયદે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ જીત મારા માટે સન્માન સાથે મોટી જવાબદારી પણ છે. વોર્ડ નં. ૨ના દરેક નાગરિકની આશાઓ પર ખરા ઉતરવા માટે હું પ્રતિબદ્ધ છું. વિકાસના કામોને વધુ ગતિ આપીને, પારદર્શિતા અને પ્રામાણિકતાથી સેવા આપવાનું અમારું મુખ્ય લક્ષ્ય રહેશે.”

આગામી સમયમાં વિસ્તારના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સ્વચ્છતા, પાણી અને અન્ય જરૂરી સુવિધાઓને પ્રાથમિકતા આપી કાર્ય કરવામાં આવશે. જનતા સાથે સતત સંવાદ રાખીને, તેમની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે.


અંતમાં, તમામ મતદાતાઓ, સમર્થકો, કાર્યકરો અને કોંગ્રેસ પક્ષનો દિલથી આભાર વ્યક્ત કરું છું, જેમણે વિશ્વાસ મૂકીને આ ઐતિહાસિક જીત શક્ય બનાવી.

જનતાની આશાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે હંમેશા સમર્પિત રહી, વધુ પ્રગતિશીલ અને વિકાસશીલ ભરૂચ બનાવવા માટે પ્રયત્નશીલ રહીશું.

#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ