વેજલપુર ખાતે VHP-બજરંગ દળ દ્વારા ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો અનેક લોકોએ લીધો લાભ

વેજલપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન


સેવા અને સમરસતાના હેતુથી આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનોએ આરોગ્ય તપાસ અને આયુષ્યમાન કાર્ડ સેવાનો લાભ લીધો



ભરૂચના વેજલપુર વિસ્તારમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આજે એક પ્રશંસનીય સેવા કાર્ય સંપન્ન થયું હતું. સામાજિક સમરસતા અને સેવા વિભાગ તથા ડી.આર. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (KMCRI), ભરૂચના સંયુક્ત સહયોગથી તમામ રોગોના નિદાન માટે એક વિશાળ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.



વેજલપુર સ્થિત બી.એચ. મોદી સ્કૂલ ખાતે આયોજિત આ કેમ્પમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા માત્ર મેડિકલ તપાસ જ નહીં, પરંતુ સરકારની મહત્વકાંક્ષી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ સુંદર રીતે કરવામાં આવી હતી.


આ કેમ્પને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમ જેવી કે લાલાભાઈ, સાગરભાઈ, વિમલભાઈ, જયચંદભાઈ, અક્ષયભાઈ અને તેમના સાથી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યકર્તાઓની નિષ્ઠાને કારણે વેજલપુર વિસ્તારના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આ સેવાનો લાભ લીધો હતો.


"સમાજની સેવા એ જ સાચો ધર્મ છે" ના સૂત્ર સાથે સમગ્ર ટીમે ખડેપગે રહીને દર્દીઓનું રજીસ્ટ્રેશન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.




સ્થાનિક લોકોએ આ ઉમદા કાર્યની સરાહના કરતા જણાવ્યું હતું કે, આવા સેવાકીય કામોથી સમાજમાં જાગૃતિ આવે છે અને જરૂરિયાતમંદોને ઘરઆંગણે આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય છે. વેજલપુર વિસ્તારમાં સામાજિક સમરસતા વધે તેવા કાર્યો સતત થતા રહે તે માટે આયોજક ટીમને સર્વત્રથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ