BAUDA ના ૪ કરોડના પ્રોજેક્ટનું ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી

ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ અંદાડા તળાવના બ્યુટિફિકેશન કામનું નિરીક્ષણ કર્યું


રૂ. 4 કરોડના ખર્ચે BAUDA દ્વારા હાથ ધરાયેલ કામગીરીની ગુણવત્તા અને સમયમર્યાદા બાબતે જરૂરી સૂચનાઓ આપી



ભરૂચના અંદાડા ગામે BAUDA (ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા હાથ ધરવામાં આવેલા તળાવના બ્યુટિફિકેશનના કામનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સ્થળ પર જઈને રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. અંદાજિત રૂ. 4 કરોડના ખર્ચે સાકાર થઈ રહેલા આ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.



અંદાડા ગામના તળાવને પ્રવાસન અને સ્થાનિક સુવિધાના હેતુથી વિકસાવવામાં આવી રહ્યું છે. ધારાસભ્યએ કામની પ્રગતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવે. તેમણે હાજર રહેલા ઈજનેરો અને કોન્ટ્રાક્ટરોને કામગીરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત રહે તેમજ વરસાદી સીઝન પૂર્વે અથવા નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા કડક સૂચનાઓ આપી હતી.

આ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત તળાવની ફરતે વોકિંગ ટ્રેક, લાઈટિંગ અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જે આગામી સમયમાં અંદાડા અને આસપાસના વિસ્તારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને BAUDA ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ