Posts

Showing posts from January, 2025

ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી

Image
સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ,ટ્રાફિક સર્કલ,રોડ, ડમ્પીંગ સાઈટ વિગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ચકમક ઝરી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ,વિવિધ વિભાગના 33 કામોને મંજૂરીની મહોર રસ્તા,ગટર સહિતના પ્રશ્નોએ વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો,મૃતક વળતર મુદ્દે સભાનો અંત તોફાની બન્યો સત્તાપક્ષ વિપક્ષ વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં વિપક્ષે રોડ, ગટર અને ડમ્પીંગ સાઈટના મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી.તો પાલિકા ના મૃતક રોજમદાર કર્મચારીના પરિવારને સહાય અને રોજગારીના મુદ્દે અંતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી.જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ,મહાકુંભમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુ વસાવાના મૃત્યુ અંગે શોક પ્રદર્શિત કરી બે મિનિટના મૌન પાળીને...

ચાસવડ ડેરીના ૬૪ માં સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરાય

Image
ચાસવડ ડેરીના ૬૪ માં સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરાય  વિવિધ પ્રકલ્પો અને વિકાસયાત્રાની પ્રકૃતિ રજુ કરાય ચાસવડ ડેરીનો વિકાસ અને સભાસદોનું હિત એકમાત્ર લક્ષ્ય :- ચેરમેન કવિભાઇ વસાવા ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયઁરત શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ની સ્થાપના સન ૩૧ જાન્યુઆરી ૧૯૬૨ માં સ્થાપના કરાય હતી.જે-તે સમયમા વહીવટદારોએ ભારે સંઘર્ષ અને જતન કરીને ચાસવડ ડેરીનું સંચાલન કરતાં તેના મીઠા ફળ હાલ મળી રહ્યા છે.હાલ ચાસવડ ડેરીમાં દૈનિક ૫૦,૦૦૦ લીટર અને માસિક ૧૫ લાખ લીટર દુધ એકત્ર કરાય છે,અને દુધ ઉત્પાદકોને પગાર સ્વરૂપે લાખો-કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે.નેત્રંગ-વાલીયા તાલુકા માટે ચાસવડ ડેરી જીવાદોરી ગણાય છે. જેમાં ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવાએ,ચાસવડ ડેરીનો સવૉંગી વિકાસ થાય અને સભાસદોનું હિત એકમાત્ર લક્ષ્ય છે.દુધઉત્પાદકોને સારો ભાવ મળી રહે તે માટે કાયઁશીલ છે તેવું જણાવ્યું હતું.જ્યારે ચાસવડ ડેરના પુવઁપ્રમુખ હસમુખભાઇ ભક્તે જણાવ્યું હતું કે,ચાસવડ ડેરીના સ્થાપનાનો હેતુ હાલ સાકાર થયો છે...

નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો જપ્ત

Image
નેત્રંગ તાલુકાના અસનાવી ગામમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ  ૧.૪૧ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો  ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયા નેત્રંગ તાલુકામાં પેટ્રોલીંગમાં હતા.જે દરમ્યાન નેત્રંગ તાલુકાના અસનાવી ગામના પાદરે રહેતો હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે.તેવી બાતમીના આધારે પોલીસે રે કરતાં અલગ-અલગ બેરલમાં ભરેલ શંકાસ્પદ ૧૫૨૦ લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે હરેશ મનુ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ડીઝલના જથ્થાના પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તેની ધરપકડ કરી ૧.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,ઝડપાયેલ ઇસમ ટ્રક ચાલકોના મેળાપીપણામાં ડીઝલનો જથ્થો લઇ છુટક ભાવે વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. #gujaratniparchhai 

મુન્શી વિદ્યાલય ખાતે ૭૬ મા પ્રજાસત્તાક દિન ઉજવણી કરવામાં આવી

Image
ભરૂચના મુન્શી વિદ્યાધામમાં ૭૬માં  પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો  મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, હરહંમેશ અનેક પ્રકારની અવનવી સ્પર્ધા તેમજ કાર્યક્રમાં પણ અગ્રેસર રહી છે. સવારે ૮:૩૦ કલાકે મુન્શી મહિલા બી.એડ. કોલેજના ઇન-ચાર્જ આચાર્ય શ્રીમતી ડૉ.પરવીન અન્સારીના વરદ હસ્તે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આવેલા મહેમાન તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એ માટે પ્રોત્સાહન ઇનામ પણ આપ્યું હતું. અને મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. સુહેલભાઈ દુકાનદાર, સ્કૂલના આચાર્ય, તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલા શ્રીમતી ડૉ.પરવીન અન્સારીએ દેશની લાગણી તથા સ્વાતંત્રય સેનાનીઓએ કરેલી ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી અને દેશમાં સુખ-શાંતિ અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆ કરી હતી. આ પ્રોગ્રામના અંતમાં પધારેલા મુખ્ય મહેમાન ઓની આભારવિધિ કરવામાં આવી હતી. પ્રોગ્રામના અંતે હાજરજનોને લાડુ ખવડાવી મો મીઠું કરી પ્રોગ્રામ ને પૂર્ણ કરેલ હતો. #gujarat...

નારાયણ વિદ્યાલય, ભરૂચ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Image
નારાયણ વિદ્યાલય, ભરૂચમાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અત્રેની શકિતનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલય, ભરૂચ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની મા. ડૉ. નિરાલીબેન પિયુષભાઇ સિધ્ધપુરા (MBBS, M.S. Ophthalmologist નારાયણ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર, ભરૂચ.) મા. ડૉ.મિલનભાઇ શાહ (એસોસિએટ પ્રોફેસર, બી.ઍડ્ કૉલેજ, બોરસદ. ) રાઠવા (Assi. Dr. Optometrics નારાયણ તથા અતિથિ વિશેષશ્રી મા. નવલસિંહ હોસ્પિ. એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ.) મહેમાન ઓના ના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ પર્વને અનુરૂપ દેશભકિત ગીતો તેમજ નૃત્ય રજૂ કર્યા હતાં. શિશુ વિભાગનાં ગુજરાતી/ અંગ્રેજી માધ્યમનાં બાળકોએ દેશભકતોની વેશભૂષા ધારણ કરી પોતાની વાક્છટા દ્વારા બધાંને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. સાથે SPCનાં વિદ્યાર્થીઓએ સુંદર પરેડ રજૂ કરી હતી.  આ પ્રસંગે કલામહાકુંભમાં જિલ્લા કક્ષાએ વિજેતા નીવડેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અંતે મહેમાનઓ તથા શાળાનાં મા. ડૉ. ભગુભાઇ આઇ. પ્રજાપતિ દ્વારા પ્...

ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ ખનીજ ના બિનઅધિકૃત વાહન જપ્ત

Image
ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ  ખનીજનું બિનઅધિકૃત વહન કરવા બદલ ૦૭ ડમ્પરોને સીઝ કરી ૦૨ કરોડ નો મુદ્દામાલ જપ્ત  ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા શુક્રવારના રોજ અલગ અલગ જગ્યાએ ખનીજ ભરીને વહન કરતા વાહનોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન શુકલતીર્થ ગામનાં રોડ ખાતેથી સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતી ૦૨ ટ્રકો જપ્ત કરી શુકલતીર્થ આઉટ પોસ્ટ ખાતે રાખવામાં આવી તથા દહેજ બાયપાસ રોડ ખાતેથી ૦૨ બ્લેકટ્રેપ અને ૦૧ સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતા ડમ્પરોને જપ્ત કરી કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સીઝ કરવામાં આવ્યા છે.અને વાગરા ચોકડી ખાતેથી પણ ક્વોરીસ્પોલ (બ્લેકટ્રેપ) ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં ૦૨ ડમ્પરોને સીઝ કરવામાં આવ્યા હતા. આમ તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ કુલ- ૦૭ ડમ્પરોને ખનીજનું બિનઅધિકૃત વહન કરવા બદલ સીઝ કરી ૦૨ કરોડ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. #gujaratniparchhai 

ગટ્ટુ વિદ્યાલય ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

Image
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ ગટ્ટુ વિદ્યાલય ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી સૂર્યભાણ ગુપ્તા અને શ્રીમતી ગુપ્તા ઉપસ્થિત રહ્યા. શાળા સમિતિના સભ્યો ,  કે. શ્રીવત્સન સાહેબ, ટ્રસ્ટના જનરલ મેનેજર ડૉ. નિનાદ ઝાલા સાહેબ અને કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી મેડમ, વાલીઓ, વિદ્યાર્થીઓ શિક્ષકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. મુખ્ય મહેમાન સૂર્યભાણ ગુપ્તાએ ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી. તેઓ શાળાના ધોરણ 12માં વર્ષ 2024ના બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર આયુષ ગુપ્તાના પિતાશ્રી છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ, દેશભક્તિના ગીતો, કાવ્યપઠન અને બુક રિવ્યૂ રજૂ કરાયા હતા.  શાળા સમિતિ ના સભ્ય  કે શ્રીવત્સન સાહેબે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શાળા વિદ્યાર્થીઓ ને વિકાસ માટે સારું વાતાવરણ પૂરું પાડે છે. રમત, કલા અને શિક્ષણ ના ક્ષેત્ર માં વિદ્યાર્થી ઓ ને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળા દ્વારા આયોજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું ...

ભરૂચ રેલ્વે સ્ટેશન પર GRP-RPF ની સરપ્રાઇસ ચેકીંગ હાથ ધરી

Image
પ્રજાસત્તાક દિન પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ BDDS, ડોગ સ્કવોડ સાથે GRP-RPFની ટીમે કરી સરપ્રાઈઝ તપાસ, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશન પર સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ.ગોરના માર્ગદર્શન હેઠળ જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમે બીડીડીએસ અને ડોગ સ્કવોડ સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે.રણાના નેતૃત્વમાં ટીમે સ્ટેશન વિસ્તારમાં એન્ટી સબોટીંગ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન રાજ્ય બહારની ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, તેમનો સામાન તેમજ પ્લેટફોર્મ પર અવરજવર કરતા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ સ્ટેશનના તમામ મહત્વપૂર્ણ વિસ્તારો જેવા કે પ્લેટફોર્મ, પાર્સલ વિભાગ, મુસાફરખાના અને વેઈટિંગ રૂમમાં ઝીણવટભરી તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, જે સુરક્ષાની દૃષ્ટિએ રાહતની બાબત છે. #gujaratniparchhai 

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના

Image
કોહાઇજન લાઈફ સાયન્સ કંપનીમાંથી 18 હજારના કોપર વાયરની ચોરી, દીવાલ કૂદીને તસ્કરો ફરાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે. કંપનીમાં નવા પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં અજાણ્યા તસ્કરોએ કંપનીની દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો. તસ્કરો ખુલ્લામાં પડેલા કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલ માલસામાનની કિંમત રૂપિયા 18 હજાર થવા જાય છે. આ ઘટના અંગે કંપનીના એસોસિએટ ડાયરેક્ટર રીતેશ અમરજીત ધીરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સ્થાનિક બાતમીદારોને સક્રિય કર્યા છે. #gujaratniparchhai 

ગેસ બોટલ રીફીલીંગ નો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

Image
ચિસ્તીયા હાર્ડવેર દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલીંગ નો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ મનિષ કંસારા  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા, ભરૂચનાઓની સુચના અને માર્ગદશન આધારે. પો.ઇન્સ. એ. એ.ચૌધરી તથા પો.ઇન્સ. એ. એચ. છૈયા એસ.ઓ.જી. ભરૂચ નાઓએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપતા એસ.ઓ.જી. ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પો. કો. સુરેશભાઈ રામસીંગભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે, “યોગીનગર નજીક આવેલ અનુરાધા કોમ્પલેક્ષમા આવેલ 'ચિસ્તીયા હાર્ડવેર' નામની દુકાનમાં બાબુ અન્સારી નામનો ઈસમ તેની દુકાનમા ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરે છે"; જે માહિતી આધારે 'ચિસ્તીયા હાર્ડવેર' નામની દુકાનમાં ચેક કરતા "રીલાયન્સ" કંપનીની રાંધણ ગેસની ૧૫ કિલોની ખાલી બોટલ નંગ ૦૨, તથા ૧૫ કિલોની ગેસ ભરેલ બોટલ નંગ ૦૪ તથા "એચ.પી.” કંપનીની રાંધણ ગેસની ૦૫ કિલોની ખાલી બોટલ નંગ ૦૨, તથા ૦૫ કિલોની ગેસ ભરેલ બોટલ નંગ- ૦૫ તથા સુજાતા ગોલ્ડ કંપનીની ૦૫ કિલોની બોટલ નંગ ૦૧ તથા વજન ...

જંબુસર તાલુકાના ૧૫૦ જેટલા શિક્ષક મિત્રોનો બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાય હતી

Image
જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ યોજાઇ  રિપોર્ટર,દેવેન્દ્ર મીસ્ત્રી  સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ બી આર સી કોઓર્ડીનેટર અશ્વિન પઢિયારના માર્ગદર્શન હેઠળ બે દિવસીય તાલીમ બે તબક્કામાં માં યોજાય હતી. જેની ટીપીઓ ઉમેશ પટેલ દ્વારા મુલાકાત લઇ આ તાલીમનું વિષયવસ્તુ બાળકો સુઘી પહોંચે અને બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અપીલ કરી હતી.  સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. હાલ જંબુસર બીઆરસી કોઓર્ડીનેટર અશ્વિન પઢિયારના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના ૧૫૦ જેટલા શિક્ષક મિત્રોનો બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાય હતી. જેમાં નુતન શૈક્ષણિક પ્રવાહથી વાકેફ કરવા તથા માર્ગદર્શન માટે તાલીમ યોજાઈ હતી. જેના થકી શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ છે. પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે તે માટે અંકજ્ઞાન, સંખ્યા, સરવાળા, બાદબાકી, પર્યાવરણ, વાંચન લેખન,ગણન જેવા વિષયોનું ભાથું બાળકોને આપી શક...

નેત્રંગ તાલુકાની પાંચ ગ્રા.પંચાયતોને ચુંટણી પ્રક્રિયાથી બાકાત રખાતા આદિવાસી વિસ્તારમાં નારાજગી વ્યાપી જવા પામી

Image
 નેત્રંગ તાલુકાની પાંચ ગ્રા.પંચાયતોમાં ચુંટણી ક્યારે થશે...? ત્રણ ચાર વર્ષથી ગ્રામ પંચાયતો વહીવટદારના ભરોષે પાંચ ગામનો વિકાસ કેવી રીતે થશે તે તપાસનો વિષય...? ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય ચૂંટણી આયોગે ૬૬ નગરપાલીકા અને ૩ તા.પંચાયતોમાં સામાન્ય ચુંટણીની જાહેરાતો કરી છે.જેમાં ૧૬ ફેબ્રુઆરી મતદાન અને ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી સાથે ચુંટણી જાહેર કરતા રાજકીય ગલીયારાઓમાં ગરમી આવી ગઈ છે. સાથે સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં અસનાવી,કોલીવાડા,ચીખલી સજનવાવ અને વિસર્જન થયેલ મોટા માલપુર ગ્રા.પંચાયતની ચુંટણી થશે તેવું જણાઈ રહ્યું હતું.પરંતુ નેત્રંગ તાલુકાની પાંચ ગ્રા.પંચાયતોને ચુંટણી પ્રક્રિયાથી બાકાત રખાતા આદિવાસી વિસ્તારમાં નારાજગી વ્યાપી જવા પામી છે.છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ ગ્રા.પંચાયતોની મુદત પુર્ણ થવા છતાં આજદિન સુધી ચુંટણી યોજાઈ નથી. મતદારો પોતાના મત્તાધિકાર ઉપયોગ કરી શકતા નથી.તેવા સંજોગોમાં તમામ પાંચ ગ્રા.પંચાયતનો વહીવટ માનીતા વહીવટદારોના ભરોસે ચાલે છે. ઉલ્લેખનીય છે કે,રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજના નો લાભ છેવાડાના ગામો સુધી પહોંચે અને ગ્રામ્ય વ...

રાણીપુરા તા.ઝગડિયા જી.ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી

Image
ઝધડીયા તાલુકાના રાણીપુરા ખાતે પસાર થતી નર્મદા નદી પટૃ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ તપાસ દરમ્યાન નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં ૦૧ (એક) યાંત્રિક નાવડી તથા ૦૧ (એક) ટાટા હિટાચી મશીન દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વાહન ટ્રક નંબર-(૧) GJ-05-BT-4752 (૨) GJ-05-AT-3201 માં સાદીરેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ-૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.૨૨/૦૧/૨૦૨૫ નાં રાત્રે ૧૨:૩૦ કલાકે મોજે-રાણીપુરા તા.ઝગડિયા જી.ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં ૦૧ (એક) યાંત્રિક નાવડી તથા ૦૧ (એક) ટાટા હિટાચી મશીન દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વાહન ટ્રક નંબર-(૧) GJ-05-BT-4752 (૨) GJ-05-AT-3201 માં સાદીરેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ-૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન ઝગડીયા ખાતે રાખવામાં આવેલ. તેમજ તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર બનાવેલ ચટામાં સંગ્રહ કરેલ સાદીરેતી ...

ભરૂચમાં દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પ્રોજેક્ટ સંગાથની સફળતાને પ્રદર્શિત કરવા માટે 21 જાન્યુઆરી, 2025ના રોજ એક સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

Image
ભરૂચમાં દીપક ફાઉન્ડેશનની મોટી સિદ્ધિ:પ્રોજેક્ટ સંગાથ હેઠળ 9700 પરિવારોને 1200 કરોડથી વધુની સહાય, 95% અરજીઓ મંજૂર ભરૂચમાં દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પ્રોજેક્ટ સંગાથની સફળતાને પ્રદર્શિત કરવા માટે 21 જાન્યુઆરી, 2025ના રોજ એક સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા અને જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. પી.આર. મંડાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપક ફાઉન્ડેશન, જે 1982થી કાર્યરત એક સામાજિક સંસ્થા છે, તે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં વંચિત સમુદાયોના સશક્તિકરણ માટે કાર્યરત છે. ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. આકાશકુમાર લાલ અને R&D વિભાગના વડા સ્મિતા મણિયારે જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ સંગાથ દીપક ફિનોલિક્સ કંપનીના સહયોગથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 36 અને ભરૂચ તાલુકાના 6 ગામોમાં કાર્યરત છે. 2020થી શરૂ થયેલા આ પ્રોજેક્ટે અત્યાર સુધીમાં 9,700થી વધુ પરિવારોના 29,500થી વધુ લોકોને લાભાન્વિત કર્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત 65,000 જેટલી સરકારી યોજનાઓ અને આવશ્યક દસ્તાવેજો માટેની અરજીઓ સુવિધા ...

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયો

Image
અંકલેશ્વરમાં રસ્તા પરથી ભભૂકી આગનીજ્વાળાઓ, બે લોકો દાઝ્યા DGVCL ના અંડરગ્રાઉન્ડ કેબલિંગના ખોદકામ વેળા બનેલી ઘટના ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇન તૂટી જતા ગેસ લિકેજથી લાગી આગ DPMC ના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવી લીધો અંકલેશ્વર GIDC માં બુધવારે માર્ગ પરથી આગની જ્વાળાઓ નીકળતા અફરાતફરી સાથે દોડધામ મચી હતી. ઘટનામાં બે કામદારો દાઝી ગયા હતા. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની DGVCL દ્વારા ભૂગર્ભ ઇલેક્ટ્રીકેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નિકળતા દોડધામ જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલ...