નારાયણ વિદ્યાલય, ભરૂચ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

નારાયણ વિદ્યાલય, ભરૂચમાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

અત્રેની શકિતનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલય, ભરૂચ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની મા. ડૉ. નિરાલીબેન પિયુષભાઇ સિધ્ધપુરા (MBBS, M.S. Ophthalmologist નારાયણ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર, ભરૂચ.) મા. ડૉ.મિલનભાઇ શાહ (એસોસિએટ પ્રોફેસર, બી.ઍડ્ કૉલેજ, બોરસદ. ) રાઠવા (Assi. Dr. Optometrics નારાયણ તથા અતિથિ વિશેષશ્રી મા. નવલસિંહ હોસ્પિ. એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ.) મહેમાન ઓના ના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ પર્વને અનુરૂપ દેશભકિત ગીતો તેમજ નૃત્ય રજૂ કર્યા હતાં. શિશુ વિભાગનાં ગુજરાતી/ અંગ્રેજી માધ્યમનાં બાળકોએ દેશભકતોની વેશભૂષા ધારણ કરી પોતાની વાક્છટા દ્વારા બધાંને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. સાથે SPCનાં વિદ્યાર્થીઓએ સુંદર પરેડ રજૂ કરી હતી. 

આ પ્રસંગે કલામહાકુંભમાં જિલ્લા કક્ષાએ વિજેતા નીવડેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અંતે મહેમાનઓ તથા શાળાનાં મા. ડૉ. ભગુભાઇ આઇ. પ્રજાપતિ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયું હતું. દેશભકિતનાં નારાથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠયું હતું.


આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિજ્ઞેશભાઇ જોષી (આચાર્ય, નોન ગ્રાન્ટેડ વિભાગ ગુ.મા.), શ્રીમતિ બિનીતાબેન ગોહિલ (આચાર્યા,ગ્રાન્ટેડ વિભાગ ગુ.મા.), શ્રીમતિ વિદ્યાબેન રાણા (આચાર્યા, અં.મા.), શ્રીમતિ ઉર્વશીબેન જાની (ઇ. આચાર્યા, કોમર્સ વિભાગ),કંચનબેન પરમાર તથા SPC પ્રવૃતિનાં સંચાલક સુરેશભાઈ પ્રજાપતિ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ, દ્વારા કરવામાં આવ્યું હતું.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો