નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો જપ્ત

નેત્રંગ તાલુકાના અસનાવી ગામમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ 

૧.૪૧ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો 

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયા નેત્રંગ તાલુકામાં પેટ્રોલીંગમાં હતા.જે દરમ્યાન નેત્રંગ તાલુકાના અસનાવી ગામના પાદરે રહેતો હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે.તેવી બાતમીના આધારે પોલીસે રે કરતાં અલગ-અલગ બેરલમાં ભરેલ શંકાસ્પદ ૧૫૨૦ લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે હરેશ મનુ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ડીઝલના જથ્થાના પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તેની ધરપકડ કરી ૧.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,ઝડપાયેલ ઇસમ ટ્રક ચાલકોના મેળાપીપણામાં ડીઝલનો જથ્થો લઇ છુટક ભાવે વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

#gujaratniparchhai 


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો