અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના

કોહાઇજન લાઈફ સાયન્સ કંપનીમાંથી 18 હજારના કોપર વાયરની ચોરી, દીવાલ કૂદીને તસ્કરો ફરાર

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે. કંપનીમાં નવા પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં અજાણ્યા તસ્કરોએ કંપનીની દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો. તસ્કરો ખુલ્લામાં પડેલા કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલ માલસામાનની કિંમત રૂપિયા 18 હજાર થવા જાય છે.

આ ઘટના અંગે કંપનીના એસોસિએટ ડાયરેક્ટર રીતેશ અમરજીત ધીરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સ્થાનિક બાતમીદારોને સક્રિય કર્યા છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો