ભરૂચમાં દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પ્રોજેક્ટ સંગાથની સફળતાને પ્રદર્શિત કરવા માટે 21 જાન્યુઆરી, 2025ના રોજ એક સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચમાં દીપક ફાઉન્ડેશનની મોટી સિદ્ધિ:પ્રોજેક્ટ સંગાથ હેઠળ 9700 પરિવારોને 1200 કરોડથી વધુની સહાય, 95% અરજીઓ મંજૂર

ભરૂચમાં દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પ્રોજેક્ટ સંગાથની સફળતાને પ્રદર્શિત કરવા માટે 21 જાન્યુઆરી, 2025ના રોજ એક સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા અને જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. પી.આર. મંડાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દીપક ફાઉન્ડેશન, જે 1982થી કાર્યરત એક સામાજિક સંસ્થા છે, તે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં વંચિત સમુદાયોના સશક્તિકરણ માટે કાર્યરત છે. ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. આકાશકુમાર લાલ અને R&D વિભાગના વડા સ્મિતા મણિયારે જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ સંગાથ દીપક ફિનોલિક્સ કંપનીના સહયોગથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 36 અને ભરૂચ તાલુકાના 6 ગામોમાં કાર્યરત છે.

2020થી શરૂ થયેલા આ પ્રોજેક્ટે અત્યાર સુધીમાં 9,700થી વધુ પરિવારોના 29,500થી વધુ લોકોને લાભાન્વિત કર્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત 65,000 જેટલી સરકારી યોજનાઓ અને આવશ્યક દસ્તાવેજો માટેની અરજીઓ સુવિધા પૂરી પાડવામાં આવી, જેમાંથી 95% અરજીઓને મંજૂરી મળી છે. આ યોજનાઓના માધ્યમથી લાભાર્થીઓને કુલ 1,200 કરોડ રૂપિયાથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે, જે પ્રોજેક્ટની નોંધપાત્ર સફળતા દર્શાવે છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો