નેત્રંગ તાલુકાની પાંચ ગ્રા.પંચાયતોને ચુંટણી પ્રક્રિયાથી બાકાત રખાતા આદિવાસી વિસ્તારમાં નારાજગી વ્યાપી જવા પામી

 નેત્રંગ તાલુકાની પાંચ ગ્રા.પંચાયતોમાં ચુંટણી ક્યારે થશે...?

ત્રણ ચાર વર્ષથી ગ્રામ પંચાયતો વહીવટદારના ભરોષે

પાંચ ગામનો વિકાસ કેવી રીતે થશે તે તપાસનો વિષય...?

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય ચૂંટણી આયોગે ૬૬ નગરપાલીકા અને ૩ તા.પંચાયતોમાં સામાન્ય ચુંટણીની જાહેરાતો કરી છે.જેમાં ૧૬ ફેબ્રુઆરી મતદાન અને ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી સાથે ચુંટણી જાહેર કરતા રાજકીય ગલીયારાઓમાં ગરમી આવી ગઈ છે. સાથે સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં અસનાવી,કોલીવાડા,ચીખલી સજનવાવ અને વિસર્જન થયેલ મોટા માલપુર ગ્રા.પંચાયતની ચુંટણી થશે તેવું જણાઈ રહ્યું હતું.પરંતુ નેત્રંગ તાલુકાની પાંચ ગ્રા.પંચાયતોને ચુંટણી પ્રક્રિયાથી બાકાત રખાતા આદિવાસી વિસ્તારમાં નારાજગી વ્યાપી જવા પામી છે.છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ ગ્રા.પંચાયતોની મુદત પુર્ણ થવા છતાં આજદિન સુધી ચુંટણી યોજાઈ નથી. મતદારો પોતાના મત્તાધિકાર ઉપયોગ કરી શકતા નથી.તેવા સંજોગોમાં તમામ પાંચ ગ્રા.પંચાયતનો વહીવટ માનીતા વહીવટદારોના ભરોસે ચાલે છે.


ઉલ્લેખનીય છે કે,રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજના નો લાભ છેવાડાના ગામો સુધી પહોંચે અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી થાય છે.વિકાસના કામોને મંજુરી અપાઇ છે.પરંતુ નેત્રંગ તાલુકાના પાંચ ગામોમાં વિકાસની ગતિ ધીમી પડી હોય તેવું સ્પષ્ટપણે જણાવી રહ્યું છે.પાંચ ગામનો વિકાસ કેવી રીતે થાય છે તે પણ હાલ તપાસનો વિષય બન્યો છે.ભરૂચ જિલ્લાના જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓ રાજ્ય સરકારમાં રજુઆત કરીને નેત્રંગ તાલુકાની પાંચ ગ્રા.પંચાયતોમાં ચૂંટણી કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. 

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો