ગટ્ટુ વિદ્યાલય ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ ગટ્ટુ વિદ્યાલય ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી સૂર્યભાણ ગુપ્તા અને શ્રીમતી ગુપ્તા ઉપસ્થિત રહ્યા. શાળા સમિતિના સભ્યો ,  કે. શ્રીવત્સન સાહેબ, ટ્રસ્ટના જનરલ મેનેજર ડૉ. નિનાદ ઝાલા સાહેબ અને કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી મેડમ, વાલીઓ, વિદ્યાર્થીઓ શિક્ષકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

મુખ્ય મહેમાન સૂર્યભાણ ગુપ્તાએ ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી. તેઓ શાળાના ધોરણ 12માં વર્ષ 2024ના બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર આયુષ ગુપ્તાના પિતાશ્રી છે.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ, દેશભક્તિના ગીતો, કાવ્યપઠન અને બુક રિવ્યૂ રજૂ કરાયા હતા. 

શાળા સમિતિ ના સભ્ય  કે શ્રીવત્સન સાહેબે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શાળા વિદ્યાર્થીઓ ને વિકાસ માટે સારું વાતાવરણ પૂરું પાડે છે. રમત, કલા અને શિક્ષણ ના ક્ષેત્ર માં વિદ્યાર્થી ઓ ને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળા દ્વારા આયોજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે વાલી તરફથી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનઓ ના હસ્તે શાળાની વિવિધ પ્રવૃતિઓ ને દર્શાવતું સોવેનીયર *અવતરણ* નું વિમોચન કરવામાં આવ્યું હતું.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો