ચાસવડ ડેરીના ૬૪ માં સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરાય

ચાસવડ ડેરીના ૬૪ માં સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરાય

 વિવિધ પ્રકલ્પો અને વિકાસયાત્રાની પ્રકૃતિ રજુ કરાય

ચાસવડ ડેરીનો વિકાસ અને સભાસદોનું હિત એકમાત્ર લક્ષ્ય :- ચેરમેન કવિભાઇ વસાવા

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયઁરત શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ની સ્થાપના સન ૩૧ જાન્યુઆરી ૧૯૬૨ માં સ્થાપના કરાય હતી.જે-તે સમયમા વહીવટદારોએ ભારે સંઘર્ષ અને જતન કરીને ચાસવડ ડેરીનું સંચાલન કરતાં તેના મીઠા ફળ હાલ મળી રહ્યા છે.હાલ ચાસવડ ડેરીમાં દૈનિક ૫૦,૦૦૦ લીટર અને માસિક ૧૫ લાખ લીટર દુધ એકત્ર કરાય છે,અને દુધ ઉત્પાદકોને પગાર સ્વરૂપે લાખો-કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે.નેત્રંગ-વાલીયા તાલુકા માટે ચાસવડ ડેરી જીવાદોરી ગણાય છે.


જેમાં ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવાએ,ચાસવડ ડેરીનો સવૉંગી વિકાસ થાય અને સભાસદોનું હિત એકમાત્ર લક્ષ્ય છે.દુધઉત્પાદકોને સારો ભાવ મળી રહે તે માટે કાયઁશીલ છે તેવું જણાવ્યું હતું.જ્યારે ચાસવડ ડેરના પુવઁપ્રમુખ હસમુખભાઇ ભક્તે જણાવ્યું હતું કે,ચાસવડ ડેરીના સ્થાપનાનો હેતુ હાલ સાકાર થયો છે.દુધનો પ્લાન્ટની ક્ષમતા ૫૦,૦૦૦ લીટર છે.તેને ૧ લાખ લીટર કરવાની જરૂરિયાત છે.વિવિધ પ્રકલ્પો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિકાસયાત્રાની પ્રકૃતિ રજુ કરાય હતી. જે દરમ્યાન ચાસવડ ડેરના પ્રમુખ કવિભાઇ વસાવા,ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા,પુવઁપ્રમુખ હસમુખભાઇ ભક્ત,કન્વીનર મનહરભાઇ પટેલ,સંજયભાઇ ભગત,ડિરેક્ટર-કમઁચારીઓ અને મોટીસંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો