રાણીપુરા તા.ઝગડિયા જી.ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી

ઝધડીયા તાલુકાના રાણીપુરા ખાતે પસાર થતી નર્મદા નદી પટૃ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

તપાસ દરમ્યાન નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં ૦૧ (એક) યાંત્રિક નાવડી તથા ૦૧ (એક) ટાટા હિટાચી મશીન દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વાહન ટ્રક નંબર-(૧) GJ-05-BT-4752 (૨) GJ-05-AT-3201 માં સાદીરેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ-૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.૨૨/૦૧/૨૦૨૫ નાં રાત્રે ૧૨:૩૦ કલાકે મોજે-રાણીપુરા તા.ઝગડિયા જી.ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં ૦૧ (એક) યાંત્રિક નાવડી તથા ૦૧ (એક) ટાટા હિટાચી મશીન દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વાહન ટ્રક નંબર-(૧) GJ-05-BT-4752 (૨) GJ-05-AT-3201 માં સાદીરેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ-૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન ઝગડીયા ખાતે રાખવામાં આવેલ. તેમજ તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર બનાવેલ ચટામાં સંગ્રહ કરેલ સાદીરેતી ખનીજના જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોજે-ટોઠીદરા તા.ઝગડીયા જી.ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇઃ તપાસ દરમ્યાન ૦૧ (એક) હોન્ડાઈ મશીન તથા ૦૨ (બે) યાંત્રિક નાવડીઓ દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતા હોવાનું જણાઈ આવતાં કુલ-૫૦ લાખ નો મુદ્દામાલ જપ્ત

આ ઉપરાંત અગાઉ ગત તારીખ.૨૦/૦૧/૨૦૨૫ નાં રોજ મામલતદાર ઝગડિયા તથા ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા સંયુક્ત ટીમ બનાવી મોજે-ટોઠીદરા તા.ઝગડીયા જી.ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન ૦૧ (એક) હોન્ડાઈ મશીન તથા ૦૨ (બે) યાંત્રિક નાવડીઓ દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતા હોવાનું જણાઈ આવતાં કુલ-૫૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરેલ. તેમજ સ્થળે સાદી રેતી ખનીજનો સંગ્રહ કરેલ જથ્થાની માપણી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો