અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયો

અંકલેશ્વરમાં રસ્તા પરથી ભભૂકી આગનીજ્વાળાઓ, બે લોકો દાઝ્યા

DGVCL ના અંડરગ્રાઉન્ડ કેબલિંગના ખોદકામ વેળા બનેલી ઘટના

ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇન તૂટી જતા ગેસ લિકેજથી લાગી આગ

DPMC ના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવી લીધો

અંકલેશ્વર GIDC માં બુધવારે માર્ગ પરથી આગની જ્વાળાઓ નીકળતા અફરાતફરી સાથે દોડધામ મચી હતી. ઘટનામાં બે કામદારો દાઝી ગયા હતા.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની DGVCL દ્વારા ભૂગર્ભ ઇલેક્ટ્રીકેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.

ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નિકળતા દોડધામ જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એક તરફનો માર્ગ બંધ કરી રસ્તા પર નીકળતી આગની જ્વાળાઓને અટકાવવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.

#gujatatniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો