ભરૂચ રેલ્વે સ્ટેશન પર GRP-RPF ની સરપ્રાઇસ ચેકીંગ હાથ ધરી

પ્રજાસત્તાક દિન પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ


BDDS, ડોગ સ્કવોડ સાથે GRP-RPFની ટીમે કરી સરપ્રાઈઝ તપાસ, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશન પર સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ.ગોરના માર્ગદર્શન હેઠળ જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમે બીડીડીએસ અને ડોગ સ્કવોડ સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે.રણાના નેતૃત્વમાં ટીમે સ્ટેશન વિસ્તારમાં એન્ટી સબોટીંગ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન રાજ્ય બહારની ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, તેમનો સામાન તેમજ પ્લેટફોર્મ પર અવરજવર કરતા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી.


સુરક્ષા એજન્સીઓએ સ્ટેશનના તમામ મહત્વપૂર્ણ વિસ્તારો જેવા કે પ્લેટફોર્મ, પાર્સલ વિભાગ, મુસાફરખાના અને વેઈટિંગ રૂમમાં ઝીણવટભરી તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, જે સુરક્ષાની દૃષ્ટિએ રાહતની બાબત છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો