ગેસ બોટલ રીફીલીંગ નો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

ચિસ્તીયા હાર્ડવેર દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલીંગ નો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

મનિષ કંસારા 

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા, ભરૂચનાઓની સુચના અને માર્ગદશન આધારે.


પો.ઇન્સ. એ. એ.ચૌધરી તથા પો.ઇન્સ. એ. એચ. છૈયા એસ.ઓ.જી. ભરૂચ નાઓએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપતા એસ.ઓ.જી. ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પો. કો. સુરેશભાઈ રામસીંગભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે, “યોગીનગર નજીક આવેલ અનુરાધા કોમ્પલેક્ષમા આવેલ 'ચિસ્તીયા હાર્ડવેર' નામની દુકાનમાં બાબુ અન્સારી નામનો ઈસમ તેની દુકાનમા ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરે છે"; જે માહિતી આધારે 'ચિસ્તીયા હાર્ડવેર' નામની દુકાનમાં ચેક કરતા "રીલાયન્સ" કંપનીની રાંધણ ગેસની ૧૫ કિલોની ખાલી બોટલ નંગ ૦૨, તથા ૧૫ કિલોની ગેસ ભરેલ બોટલ નંગ ૦૪ તથા "એચ.પી.” કંપનીની રાંધણ ગેસની ૦૫ કિલોની ખાલી બોટલ નંગ ૦૨, તથા ૦૫ કિલોની ગેસ ભરેલ બોટલ નંગ- ૦૫ તથા સુજાતા ગોલ્ડ કંપનીની ૦૫ કિલોની બોટલ નંગ ૦૧ તથા વજન કાંટો નંગ ૦૧ કિં.રૂ. ૧,૦૦૦/- તેમજ ગેસ રીફલીંગ પાઈપ નંગ ૦૧ કિં.રૂ. ૫૦૦/- તમામ મુદ્દામાલ કિં.રૂ. ૧૫,૭૦૦/- નો રાખી અનઅધિકૃત રીતે એક ગેસની બોટલમાથી બીજી બોટલમા સળગી ઉઠે તેવો પ્રદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાઈ એવું કૃત્ય કરવા બદલ બાબુ સીરાજ અન્સારી, ઉં.વ. ૩૨, રહે. મ.નં. એ/૬૨, યોગીનગર, રાજપીપળા રોડ, અંક્લેશ્વર, જિ.ભરૂચ વિરૂદ્ધ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. માં બી.એન.એસ. કલમ ૨૮૭, ૧૨૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કરેલ છે.


ઉપરોક્ત કામગીરી પો.ઈન્સ. એ. એ. ચૌધરી, પો.ઈન્સ. એ. એચ. છૈયા તથા એ.એસ.આઈ. રવિન્દ્રભાઈ નુરજીભાઈ તથા અ.હે.કો. શૈલેષભાઈ ઈશ્વરભાઈ તથા પો.કો. મો.ગુફરાન મો.આરીફ, પો.કો. સુરેશભાઈ રામસીંગભાઈ, પો.કો. તનવીર મહમદફારૂક એસ.ઓ.જી. ભરૂચ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો