જંબુસર તાલુકાના ૧૫૦ જેટલા શિક્ષક મિત્રોનો બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાય હતી

જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ યોજાઇ 

રિપોર્ટર,દેવેન્દ્ર મીસ્ત્રી 

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ બી આર સી કોઓર્ડીનેટર અશ્વિન પઢિયારના માર્ગદર્શન હેઠળ બે દિવસીય તાલીમ બે તબક્કામાં માં યોજાય હતી. જેની ટીપીઓ ઉમેશ પટેલ દ્વારા મુલાકાત લઇ આ તાલીમનું વિષયવસ્તુ બાળકો સુઘી પહોંચે અને બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અપીલ કરી હતી. 

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. હાલ જંબુસર બીઆરસી કોઓર્ડીનેટર અશ્વિન પઢિયારના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના ૧૫૦ જેટલા શિક્ષક મિત્રોનો બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાય હતી. જેમાં નુતન શૈક્ષણિક પ્રવાહથી વાકેફ કરવા તથા માર્ગદર્શન માટે તાલીમ યોજાઈ હતી. જેના થકી શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ છે. પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે તે માટે અંકજ્ઞાન, સંખ્યા, સરવાળા, બાદબાકી, પર્યાવરણ, વાંચન લેખન,ગણન જેવા વિષયોનું ભાથું બાળકોને આપી શકે તે માટે તજજ્ઞ મિતલબેન, જગદીશભાઈ, નિલેશભાઈ, હરદેવસિંહ દ્વારા શિક્ષકોને પ્રજ્ઞા તાલીમ આપવામાં આવી હતી. 

જેમાં જંબુસર તાલુકાના ૧૫૦ જેટલા શિક્ષકોએ લાભ લીધો હતો.ટીપીઓ ઉમેશ પટેલે શિક્ષક તાલીમની મુલાકાત લઈ બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે આ તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને જંબુસર તાલુકાનું નામ રોશન થાય તે માટે શિક્ષક મિત્રોને અપીલ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 #gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો