વેજલપુર પ્રાથમિક શાળા નંબર 15 ના ધોરણ-6નો વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી

ભરૂચના છાત્રે બનાવેલું મશીન ગટરમાંથી કચરો અને પાણી અલગ કરી દેશે રિપોર્ટર ભરત મિસ્ત્રી, ભરૂચ ઈન્સ્પાયર એવોર્ડ માનકમાં પ્રથમ વખત સરકારી એવી વેજલપુર પ્રાથમિક શાળા નંબર 15 ના ધોરણ-6નો વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી છે. તેણે મેન્યુઅલી ઓપન ક્લીનર મશીનનું નિર્માણ કર્યું છે.આ મશીન ગટર સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.મશીન સાઈકલની જેમ પેડલ મારીને ચાલે છે જેને એક વ્યક્તિ સંચાલન કરી શકે તે રીતે બનાવવામાં આવ્યું છે. મશીનમાં જેસીબી જેવો પાવડો લગાડવામાં આવ્યો છે. અને સાથે કચરાપેટી પણ જોડવામાં આવી છે. જેના નીચે જાળી લગાડવામાં આવી છે. જેથી ગટરનું પાણી અને કચરો અલગ થઇ જશે અને પાણી ફરી ગટરમાં જાય તે માટેની સુવિધા કરવામાં આવી છે. સાથે સેનેટાઇઝાર નાખવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે. જેથી દુર્ગંધ ફેલાવાની સમસ્યાનો હલ પણ આ મશીનથી લાવી શકાશે. ઉલેખનીય છે કે, રાજ્યમાંથી ભરૂચ અને વલસાડ ની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી છે. તેમજ વર્ષ 2016માં ભરૂચની શબરી શાળાના બાળકની ઈન્સ્પાયર એવોર્ડ માનાક માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ પહેલીવાર એવું બન્યું છે,કે સરકારી શાળાના બાળકની ક...