વેજલપુર પ્રાથમિક શાળા નંબર 15 ના ધોરણ-6નો વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી

ભરૂચના છાત્રે બનાવેલું મશીન ગટરમાંથી કચરો અને પાણી અલગ કરી દેશે

રિપોર્ટર ભરત મિસ્ત્રી,

ભરૂચ ઈન્સ્પાયર એવોર્ડ માનકમાં પ્રથમ વખત સરકારી એવી વેજલપુર પ્રાથમિક શાળા નંબર 15 ના ધોરણ-6નો વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી છે. તેણે મેન્યુઅલી ઓપન ક્લીનર મશીનનું નિર્માણ કર્યું છે.આ મશીન ગટર સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.મશીન સાઈકલની જેમ પેડલ મારીને ચાલે છે જેને એક વ્યક્તિ સંચાલન કરી શકે તે રીતે બનાવવામાં આવ્યું છે. મશીનમાં જેસીબી જેવો પાવડો લગાડવામાં આવ્યો છે. અને સાથે કચરાપેટી પણ જોડવામાં આવી છે. જેના નીચે જાળી લગાડવામાં આવી છે. જેથી ગટરનું પાણી અને કચરો અલગ થઇ જશે અને પાણી ફરી ગટરમાં જાય તે માટેની સુવિધા કરવામાં આવી છે. સાથે સેનેટાઇઝાર નાખવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે. જેથી દુર્ગંધ ફેલાવાની સમસ્યાનો હલ પણ આ મશીનથી લાવી શકાશે. 

ઉલેખનીય છે કે, રાજ્યમાંથી ભરૂચ અને વલસાડ ની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી છે. તેમજ વર્ષ 2016માં ભરૂચની શબરી શાળાના બાળકની ઈન્સ્પાયર એવોર્ડ માનાક માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ પહેલીવાર એવું બન્યું છે,કે સરકારી શાળાના બાળકની કૃતિની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવી છે. પસંદગી પામેલ 30 બાળકોને દિલ્હી ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો