ભરૂચ જિલ્લા એસપીએ 19 PIની આંતરિક બદલીઓનો ગંજીપો ચિપ્યો, સૌથી વધુ લીવ રિઝર્વના PIઓને પોલીસ મથકમાં બદલી કરાઈ

 19 PIની આંતરિક બદલી:ભરૂચ જિલ્લા એસપીએ 19 PIની આંતરિક બદલીઓનો ગંજીપો ચિપ્યો, સૌથી વધુ લીવ રિઝર્વના PIઓને પોલીસ મથકમાં બદલી કરાઈ

ભરૂચ જિલ્લા એસપીએ એક સાથે 19 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.જેમાં 8 લીવ રિઝર્વના પીઆઈઓને પોલીસ મથકનોમાં હાજર કર્યા છે.



ભરૂચમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ એક સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓનો ગંજીપો ચિપ્યો છે.જેમાં સૌથી વધુ લીવ રિઝર્વના આઠ પોલીસ ઇન્સપેક્ટરોની બદલી કરાઈ છે.

જેમાં લીવ રિઝર્વના પીઆઈની વાત કરીએ તો આર.બી. કરમાટીયા આમોદ પોલીસ મથક, પી.જી. ચાવડા અંકલેશ્વર શહેર એ ડીવીઝન,આર.કે.કરમટા મહિલા પોલીસ સ્ટેશન,એમ.કે.પરમાર નબીપૂર પોલીસ સ્ટેશન, કે.એમ.ચૌધરી AHTU ભરૂચ, એ.એચ.છૈયા સેકન્ડ પીઆઈ એસ.ઓ.જી, એચ.જી. ગોહિલ સેકન્ડ પીઆઈ અંકલેશ્વર શહેર બી ડીવીઝન, કે.આર.વ્યાસ સેકન્ડ પીઆઈ એ ડીવીઝન ભરૂચ, એસ.એમ.દેસાઈ પાનોલી પોલીસ મથક, પી.આર. વાઘેલા વાગરા પોલીસ મથક, એચ.બી. ગોહિલ રાજપારડી પોલીસ મથક,બી.એન.સગર એલ. આઈ. બી ભરૂચ, આર. એચ.વાળા GIDC અંકલેશ્વર, એચ.બી. ઝાલા દહેજ પોલીસ મથક, એન.આર. ચૌધરી ઝઘડિયા પોલીસ મથક,આર.સી. વસાવા નેત્રંગ પોલીસ મથક,આર. એમ. વસાવા પાલેજ પોલીસ મથક,બી.એમ.ચૌધરી વેડચ પોલીસ મથક અને કે.એમ વાઘેલાની ઉમલ્લા પોલીસ મથકમાં બદલીનો હુકમ કર્યો છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મિસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો