સરદાર સરોવર નર્મદા ડેમના 44 માં દિવસે હજી એક દરવાજો ખુલ્લો

નર્મદા ડેમનો 44 માં દિવસે એક દરવાજો ખુલ્લો, કરજણના 30 દિવસ બાદ બંધ

નર્મદા ડેમની સપાટી 137.92 મીટરે, સંપૂર્ણ ભરાવાથી 76 સેમી દૂર

સરદાર સરોવર નર્મદા ડેમના 44 માં દિવસે હજી એક દરવાજો ખુલ્લો છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હવે 76 સેમી દૂર છે.

પર્વતમાન ચોમાસુ ભરૂચ, નર્મદા અને ગુજરાત સાથે મધ્યપ્રદેશમાં પણ સારું જતા ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં હજી પણ પાણીની આવક થઈ રહી છે.

નર્મદા ડેમ હાલ 97.42 ટકા ભરાયેલો છે. ગત ઓગસ્ટમાં ડેમના દરવાજા પ્રથમ વખત ખોલાયા હતા. હાલ 44 માં દિવસે પણ ડેમનો એક દરવાજો ખુલ્લો છે. જે થકી નદીમાં 5 હજાર અને RBPH દ્વારા 41 હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે.


કેનાલ હેડ પાવર હાઉસ ચલાવી મુખ્ય કેનાલમાં 18969 ક્યુસેક પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક સરેરાશ 70 હજાર ક્યુસેક થઈ રહી છે. હાલ ડેમની સપાટી 137.92 મીટરે પોહચી છે.


જ્યારે કરજણ ડેમના દરવાજા 30 દિવસ ખુલ્લા રહ્યા બાદ 20 સપ્ટેમ્બરથી બંધ કરાયા છે. કરજણની સપાટી 113.26 મીટર છે. જેની સામે ઇનફ્લો 3217 અને નદીમાં જાવક 373 ક્યુસેક છે.

#gujaratniparchhai


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો