વોટ્સએપમાં ગડબડી થતાં જ યુવતીને શક ગઇ

યુવકે યુવતીના બાથરૂમ અને બેડરૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા


વોટ્સએપમાં ગડબડી થતાં જ યુવતીને શક ગયો; આરોપી મકાન માલિકનો પુત્ર જ નીકળ્યો

રિપોર્ટર મનીષ કંસારા,

દેશમાં અવર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. દિલ્હીના શકરપુર વિસ્તારમાં મહિલા ભાડુઆતની જાસૂસી કરવા બદલ 30 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકે યુવતીના બાથરૂમ અને બેડરૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા.


પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ઉત્તર પ્રદેશની છે અને દિલ્હીમાં એકલી રહે છે, તેમજ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહી છે. આરોપી કરણ મકાન માલિકનો પુત્ર છે, જે તે જ બિલ્ડિંગના બીજા માળે રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા છેલ્લા કેટલાક દિવસોથી તેના વોટ્સએપ પર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ રહી હતી. જ્યારે તેણે એક્સપર્ટ પાસે પૂછપરછ કરી તો તેને જાણવા મળ્યું કે વોટ્સએપ એકાઉન્ટ કોઈ અન્ય વ્યક્તિએ લોગઈન કર્યું હતું.


પીડિતાએ તેનું વોટ્સએપ લોગ આઉટ કર્યું. જ્યારે તેને શંકા ગઈ, તેણે તેના ફ્લેટની તપાસ કરી અને તેના બાથરૂમના બલ્બ હોલ્ડરમાં એક જાસૂસી કેમેરા મળ્યો. પીડિતાએ તરત જ પીસીઆરને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. પોલીસ અધિકારી અપૂર્વ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ફરિયાદ મળ્યા બાદ એક પોલીસ અધિકારીને યુવતીના રૂમમાં મોકલવામાં આવ્યો હતો. બાથરૂમ સિવાય બેડરૂમમાં તપાસ કરવામાં આવી હતી અને બલ્બ હોલ્ડરની અંદરથી એક સ્પાય કેમેરા મળી આવ્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે જ્યારે પણ તેના ઘરે જતી ત્યારે તેના માળની ચાવી મકાનમાલિકના પુત્ર કરણને આપતી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કરણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે લગભગ 3 મહિના પહેલા તેણે બલ્બ હોલ્ડરમાં સ્પાય કેમેરા લગાવ્યો હતો. બંને જાસૂસી કેમેરામાં મેમરી કાર્ડ લગાવેલું હતું, જેમાંથી ડેટા કાઢીને જ ટ્રાન્સફર કરી શકાય છે. આથી છેલ્લા કેટલાક સમયથી કરણ પીડિતા પાસે પંખો કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો રીપેર કરાવવાના બહાને સતત ઘરની ચાવી માગતો હતો.


પૂછપરછ દરમિયાન કરણે જણાવ્યું કે, તેણે બલ્બ હોલ્ડરમાં લગાવવા માટે ત્રણ કેમેરા ખરીદ્યા હતા, જેમાંથી તેણે માત્ર બે જ સ્પાય કેમેરા લગાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી એક સ્પાય કેમેરા અને ઘરમાં લગાવેલા બંને સ્પાય કેમેરા કબજે કર્યા છે. આરોપીનું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં જાસૂસ રેકોર્ડ કરેલા વીડિયોને કેમેરામાં ટ્રાન્સફર કરતો હતો.

#gujaratniparchhai 


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો