સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્કૂલ ગેમ ફેડરેશન દ્વારા યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝળક્યા

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્કૂલ ગેમ ફેડરેશન દ્વારા યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝળક્યા



રિપોર્ટર જ્યોતીન્દ્ર ગોસ્વામી 

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ અંકલેશ્વરની સંસ્કાર દીપ વિદ્યાલયની અંડર-14 અને અંડર-17ની ટીમ ઝળકી શાળાનું નામ રોશન કર્યું હતું.



તાજેતરમાં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિવિધ શાળાની 32 ટીમોએ ભાગ લીધો હતો. જે સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર-14 ભાઈઓ અને બહેનો તેમજ અંડર-17 ભાઈઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર-14 ભાઈઓની ટીમ પ્રથમ ક્રમ, અંડર-17 બહેનો ટીમ દ્વિતીય ક્રમ તો ભાઈઓની ટીમ તૃતીય ક્રમ હાંસલ કરતાં શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો