સ્કોર્પીયો ગાડીમાં અપહરણ થયેલ ઈસમને મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડતી અંક્લેશ્વર GIDC પોલીસ

અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી સ્કોર્પીયો ગાડીમાં અપહરણ થયેલ ઈસમને મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડતી અંક્લેશ્વર GIDC પોલીસ



રિપોર્ટર મનિષ કંસારા 

અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલ ભોગ બનનાર સાહેદ અનરજીત શોભીત શાહ નું તા.૨૧/૦૯/૨૦૨૪ નાં રોજ કલાક ૧૯/૧૫ વાગ્યા પહેલા મોજે મ.નં.K/57, શ્રીઅંબિકા ગ્રીન સોસાયટી, કોસમડી ગામ, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ ખાતેથી એક સફેદ કલરની સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના ઈરાદે ભોગ બનનારનું તેની I-10 ફોર વ્હીલર ગાડી સાથે અપહરણ કરેલ હોય જે બાબતે અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન, જિ.ભરૂચ ખાતે ગુ.ર.નં. પાર્ટ A ૧૧૧૯૯૦૨૧૨૪૦૯૫૭ /૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) કલમ-140(3), 309(4), 3(5), મુજબનો ગુનો તા.૨૧/૦૯/૨૦૨૪ કલાક ૨૧/૫૫ વાગ્યે રજીસ્ટર કરવામાં આવેલ.


પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, વડોદરા વિભાગ, તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યાવસ્થાની જાળવણીને ટોચની અગ્રતા આપવા જણાવેલ હોય તેમજ કાયદો અને વ્યવસ્થાને અસર કરતા કોઇ પણ બનાવ બને તો તુરંતજ તેવા બનાવો અટકાવી આરોપીઓ વિરૂદ્ધ અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા, અંક્લેશ્વર વિભાગનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. વાળા અને અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફનાં ટીમ વર્ક થી સદર ગુનાને અંજામ આપનાર ૧૦(દસ ) આરોપીઓ (૧) દિપકકુમાર રમેશભાઈ પટેલ (૨) મહેશભાઈ અબુભાઈ વસાવા (૩) પ્રકાશ સુશીલભાઈ ત્રિવેદી (૪) કરણસિંહ લોટનસિંહ ગિરાસે (૫) ભૌતીક હરેશભાઈ લુણાગરીયા (૬) જમીર સાબીર મલેક (૭) ચિરાગ રણછોડભાઈ પટેલ (૮) વિપુલ બાબુભાઈ ભાદાણી (૯) મિતુલ કાંતિભાઈ ડોબારીયા (૧૦) જગદિશભાઈ વિઠ્ઠલભાઈ દોમાડીયા ને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી અપહૃત ઈસમને છોડાવી (૧) ભોગ બનનારની આઇ-ટેન I-10 ફોર વ્હીલર ગાડી નંબર GJ-16-CB-6255 (૨) આરોપીઓએ ગુનામાં વાપરેલ સફેદ કલરની સ્કોર્પીયો ગાડી નંબર GJ-16-BK-0476 મુદ્દામાલ રિકવરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો