બફારાના કારણે બે સ્થળો પરથી સાપ નીકળતા નેચર સેવિંગ ફાઉન્ડેશને રેસ્ક્યૂ કર્યા

આમોદમાં વરસાદના વિરામ પછી બફારાના કારણે બે સ્થળો પરથી સાપ નીકળતા નેચર સેવિંગ ફાઉન્ડેશને રેસ્ક્યૂ કર્યા

રિપોર્ટર જાવેદ મલેક,

આમોદ નગર સહીત પંથકમા હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાને કારણે સરીસૃપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે.જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે.ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી બે સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.


આમોદ રેવાસુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમા કોબ્રા સાપ જોવા મળ્યો હતો.જે સાપ દ્વારા બે થી વધુ મરઘાંના બચ્ચાંનો શિકાર પણ કરવામાં આવ્યો હતો. જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલે સાપ રેસ્ક્યું કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી.જે અંકિત પરમારે તુરંત જ સ્થળ ઉપર પહોચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબ્રા સાપને રેસ્ક્યું કર્યો હતો.જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.


આમોદમા આવેલી આંબેડકરનગર સોસાયટીમાં રહેતાં પ્રવિણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમા દરઘોઈ (કોમન સેન્ડ બુઆ) નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘુસી ગયો હતો.જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકીત પરમારે કુશળતાથી રેસ્ક્યું કર્યું હતું.આંબેડકર નગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતાં.ત્યાર બાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમા મુકત કરવામાં આવ્યા હતાં.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો