ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજમાં શિક્ષક દિનની ઉજવણી

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજમાં શિક્ષક દિનની ઉજવણી

અત્રે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ના જન્મદિવસ ૫મી સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી અને કૉલેજના પ્રથમ વર્ષ બી.એ./કૉમ.ના વિદ્યાર્થીઓનો આવકાર સમારંભ આચાર્યશ્રી ડો.જી કે. નંદાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.



કાર્યક્રમના આરંભે પ્રા. હરેશભાઈ પરીખે આવકાર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ કૉલેજના આચાર્ય ડૉ.જી.કે.નંદા સહિત અધ્યાપકોએ અધ્યાપક બનેલા વિદ્યાર્થીઓને પુષ્પ અને પેનથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે આચાર્યશ્રી ડૉ.જી.કે.નંદાએ પ્રેરક વક્તવ્ય રજૂ કર્યું હતું. આજના શિક્ષક દિવસ નિમિત્તે અધ્યાપક બનેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવ રજૂ કર્યાં હતા. કૉલેજની પ્રથમ વર્ષ બી.એ.ની વિદ્યાર્થિની હર્વી ભટ્ટે રજૂ કર્યું હતું. કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.જગદીશ કંથારીઆએ કર્યું હતું. ડૉ.નિશા વસાવાએ આભારવિધિ કરી હતી.



#gujaratniparchhai

રિપોર્ટર અંકલેશ્વર 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો