પ્રેમીપંખીડાના જીવનમાં મિત્રને લીધે ખટરાગ, પ્રેમીએ પ્રેમિકાને ફટકારી

અંકલેશ્વરથી ભાગેલાં પ્રેમીપંખીડાના જીવનમાં મિત્રને લીધે ખટરાગ, પ્રેમીએ પ્રેમિકાને ફટકારી

સુરતમાં રહેવા આવેલાં મિત્ર સાથે અનૈતિક સંબંધોની શંકાથી ઝઘડા થયાં

રિપોર્ટર મનીષ કંસારા 


અંકલેશ્વરના જીતાલી ગામેથી 6 મહિનાથી ભાગી ગયેલા પ્રેમીપંખીડાઓમાં લગ્નજીવનમાં તેમના જ મિત્રના કારણે ખટરાગ ઉભો થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ યુગલ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતું હતું પણ તેમના ઝઘડાઓથી કંટાળી મકાન માલિકે મકાન પણ ખાલી કરાવી દીધું હતું. પ્રેમીએ માર મારતાં પ્રેમિકાએ તેની સામે ફરિયાદ નોંધાવી છે. જીતાલી ગામ ખાતે રહેલી 20 વર્ષીય યુવતીને કુંદનસિંગ ગત20 એપ્રિલના રોજ લગ્નની લાલચે ભગાડી ગયો હતો. બંનેએ સુરત ડિંડોલી ખાતે મંદિરમાંલગ્ન કર્યા બાદ ભાડા નું મકાન રાખી રહેવા લાગ્યાં હતાં. લગ્ન ના એક મહિના બાદ કુંદન સિંગના ઘરે જોનપુર ખાતે રહેતો તેનો મિત્ર સજન આવ્યો હતો. તે પણ તેમના મકાનના ઉપરના રૂમમાં રહેવા લાગ્યો હતો. એક મહિના બાદ તે પરત વતનમાં જતો રહયો હતો. પણ કુંદનને તેની પ્રેમિકાના ચારિત્રય પર શંકા થવા લાગી હતી અને મિત્ર સાથે અનૈતિક સંબંધ હોવાની વાતે તેની સાથે ઝઘડા કરવા લાગ્યો હતો. ઝઘડા એટલી હદે વધી ગયા હતા કે મકાન માલિકને એની જાણ થતા તેમને પોલીસ કુંદન વિરુદ્ધ ફરિયાદ આપી મકાન ખાલી કરાવી દીધું હતું. મકાન ન હોવાથી બંને 15 દિવસથી હોટલમાં રહેવા ચાલ્યાં ગયાં હતાં. જયાં ઝઘડો થતાં પ્રેમિકાને માર મારી પ્રેમીએ અધમુઅી કરી નાખી હતી. ગંભીર રીતે ઘવાયેલી પ્રેમિકાને તે જીતાલી ગામે મુકી ગયો હતો. યુવતીએતેના પ્રેમી કુંદન સામે અંકલેશ્વર રૂરલપોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો