જિલ્લામાં પડેલા વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો

ભરૂચમાં માર્ગ મકાન વિભાગના 47 માંથી 22 રસ્તા ચાલુ થયા

પૂર અને જિલ્લામાં પડેલા વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો


જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા જેના કારણે રાજ્યધોરીમાર્ગના 2 અને પંચાયત વિભાગના 23 રસ્તાઓ પર પાણી ફરી વળતાં બંધ કરવામાં આવ્યા છે. જોકે બુધવારે કુલ 47 રસ્તા બંધ હતા જેમાંથી પાણી ઓછું થતાં 22 રસ્તા ફરી ચાલુ કરવામાં આવ્યા છે. જ્યારે 25 રસ્તા હજુ પણ બંધ હાલતમાં છે. જેમ જેમ પાણી ઓછું થતું જશે તેમ રસ્તાઓ ફરી ચાલુ કરવામાં આવશે. ધોધમાર વરસાદના કારણે સાવચેતી માટે રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. તેમજ પાણી ઓછું થયા બાદ જે રસ્તાઓને નુકશાન થયું હશે. તેવા રસ્તાઓને રીપેરીંગની કામગીરી ચાલુકારવમાં આવશે.

આમ રાજ્યધોરીમાર્ગના વાલિયા વાડી રોડ અને નહીયેર, બુવા, કેરવાડા, વાગરા રોડ આ બે રસ્તા હજુ બંધ છે. પાણી ઓછું થતાં કેટલાક વિસ્તારમાં નાળા પણ તૂટી ગયા છે. જેના કારણે લોકોએ પણ અવરજવર કરવામાં સમસ્યા ઊભી થઈ રહી છે. જેથી અસરગ્રસ્ત નાળા અને રસ્તા વહેલી તકે સમારકામ ચાલુ કરવા આવે તેવી સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે. ઉલેખનીય છે કે મોટાભાગના રસ્તાઓ કાર્યરત થયા છે. અને ટૂંક સમયમાં તમામ રસ્તાઓ ચાલુ કરી દેવામાં આવશે.


પંચાયતના રસ્તા બંધ થતાં અસરગ્રસ્ત ગામ

વાલિયા- કોયલી વાવ નેત્રંગ- ઝરણા અંકલેશ્વર- બંદાબેડા મોતાલી, નોગામા કાંસીયા, માંડવા, હાંસોટ-પાંજરોલી, આમોદ- આમોદ પુરસા, સરભાણ ધમનાદ, શ્રીકોઠી, સરભાણ, ભરૂચ- પરીયેજ સીતપોણ, કહાન, કોઠી, દયાદરા, મલેશ્વર, વાગરા- ભેરસમ, વહીયાલ

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો