ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ
અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરવા બદલ એક હિટાચી મશીન તેમજ ૦૧ ડમ્પર મળી રૂપિયા ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ખરોડ ગામની સીમમાં રેડ કરતા હિટાચી મશીન ટ્રક પકડ્યું ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ ૫ મી ફેબુઆરી ની વહેલી સવારે ૦૪:૦૦ કલાકે અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ખરોડ ગામની સીમ માં ટાટા હિટાચી મશીન મશીન દ્વારા સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ વાહન ટ્રક નંબર- (૧) GJ-16-AV-5293 માં સાદી માટી ખનીજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથી તમામ મળી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલિસ સ્ટેશન પાનોલી ખાતે રાખવામાં આવ્યા છે. વધુમાં તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર થયેલ ખોદકામ વાળા ખાડાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #gujaratniparchhai
Comments
Post a Comment