Posts

Showing posts from December, 2023

મુન્શી મેમોરિયમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈ.ટી.આઈ તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રમતનું આયોજન કરવામાં આવ્યું

Image
મુન્શી મેમોરિયમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈ.ટી.આઈ તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રમતનું આયોજન કરવામાં આવ્યું  મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ ની જુદી જુદી શાળાઓ, આઈ.ટી.આઈ. અને ગીફટેડ–૩૦ ધ્વારા આજરોજ ૩૦ જેટલી ઇનડોર અને આઉટ ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં આશરે ૩પ૦ જેટલા પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતોમાં પ૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, રીલે દોડ, કબડી, ખોખો, રસ્સા ખેંચ, બેડમિન્ટન, લાંબી કુદ, ગોળા ફેંક, ચક્રફેંક, બરછી ફેંક, કિક્રેટ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેફરીનો નિર્ણય આખરી ગણી દરેક રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્રિતિય ક્રમ આપવામાં આવ્યા હતા અને મુનીર મુન્શી સ્કુલ ધ્વારા માનવ પીરામીડ રજુ કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જનાબ ઐયુબ અકુજી સાહેબ, જનાબ દિલાવર સાહેબ, ઈબ્રાહીમ સાલેહ ખાન સાહેબ, યુનુસભાઈ, નિશારભાઈ તથા મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. સુહેલ સાહેબ, કારોબારી સભ્ય સલીમ સાહેબ અને વિદેશથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહયા હતા. જેમાં ટ્રસ્ટીશ્રીઓ ધ્વારા...

ભરૂચ જીલ્લા મા નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર આખરે ભૂસ્તર વિભાગના દરોડા

Image
ભરૂચ જીલ્લા મા નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર આખરે ભૂસ્તર વિભાગના દરોડા નવા આવેલા ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી અગત બાતમીદારો આધારે રોયલ્ટી સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ બે ટ્રક અને બે હિટાચી મશીન મળી આવ્યા હતા. ભરૂચ સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલા સમયથી દિવસ તેમજ રાત્રે ચાલી રહ્યું હતું રેતી ખનન જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતાં રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં અવે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી બે હિટાચી મશીન તેમજ રેતી ભરેલી બે ટ્રક સહિત ૧ કરોડ ૫૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભરૂચ જીલ્લા માં નર્મદા નદીના કાંઠે ના મોટા ભાગના માંથી રાત્રીના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતીખનન નું કૌભાંડ ચાલી રહ્યું છે. ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડતા વાહન ચ...

સત્યસાંઈ વસ્તીમાં પૂજિત અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું

Image
શ્રી રામ જન્મભૂમિ પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નંદેલાવ વિસ્તારમાં આવતી સત્યસાંઈ વસ્તીમાં પૂજિત અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં સોસાયટીઓના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા. સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલા શ્રી રામલલાની પૂજા કરેલા પ્રસાદીરૂપ અક્ષત ઘરે ઘરે પહોચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહીશો ધ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં પણ રવિવારના રોજ સત્યસાઈ વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પુજીત અક્ષત કળશ યાત્રા ભરૂચના લિંકરોડ પર આવેલા સંકટમોચન હનુમાન મંદિર આલ્ફા સોસાયટી- નીલકંઠ સોસાયટી- મયુર પાર્ક - મંગલમ સોસાયટી- બાલાજી સોસાયટી-રાઘવ નગર - અમીધારા સોસાયટી- આશ્રય સોસાયટી- જગન્નાથ મંદિર- ચામુંડા સોસાયટી - આશ્રિવાદ પાર્ક- નીલમ નગર- જવાહર નગર - બુસા સોસાયટીમાં સમાપન કરાયું હતું. આ અક્ષત કળશ યાત્રામાં વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના પ્રમુખઓ, મહિલા મંડળો, ગણેશ મંડળો સહિત ભાવિક ભકતો ડીજેના તાલે યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને માથે અક્ષત કળશ મૂકીને જુમ્યા હતા.જ્યારે નાના બાળકો ભગવાન ર...

ભરૂચ માંથી પરિકમાંવાસી એ જતા લોકો માટે વિનામુલ્ય દવાઓ નો સેવા કેમ રાખવામાં આવ્યો

Image
ઝાડેશ્વર ચોકડી પર જનતા મેડિકલ દ્વારા પરિક્રમા વાસીઓને વિના મૂલ્ય દવાઓ અપાય છે. ભરૂચ ઝાડેશ્વર ચોકડી પર થી પસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓને મેડિકલ સુવિધાઓ દવાઓ નું વિતરણ કરાઈ રહ્યું છે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ ઊમતી રહ્યા છે ત્યારે થેર થેર નર્મદા પરિક્રમા વાસીઓ માટે જમવાની નાસ્તા ની રહેવાની સુવિધાઓ ઊભી થઈ રહી છે.  ત્યારે આવા સમયે સૌથી વધુ જરૂર હોય તો નર્મદા પરિક્રમા વાસીઓને દવાની ત્યારે તેઓને છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોકડી ઉપર આવેલા જનતા મેડિકલ ના માલિક સુરેશભાઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોકડીથી પસાર થતા તમામ નર્મદા પરિક્રમા વાસીઓ માટે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેઓને શરીરના દુખાવો શરદી ખાંસી પગના દુખાવો ઘુટણ ના દુખાવા સહિતની દવાઓ તે છેલ્લા કેટલાક સમયથી વિના મૂલ્ય વિતરણ કરી રહ્યા છે. રિપોર્ટર ભરૂચ પિયુષ મિસ્ત્રી 9574080141 #gujaratniparchhai

ભરૂચના 6 સંવેદનશીલ ગામમાં દરોડા 46 જોડાણમાં 38 લાખની વીજચોરી પકડાઈ

Image
ભરૂચના 6 સંવેદનશીલ ગામમાં દરોડા 46 જોડાણમાં 38 લાખની વીજચોરી પકડાઈ  ગ્રામ પંચાયતના સભ્યોએ ગામના પડતર વીજ કામોની રજૂઆત કરી વીજ ચેકીંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતના સભ્યોએ ગામના પડતર વીજ કામને લાગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજુઆત કરાઈ હતી. વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોના યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરાવવાની ખાત્રી અપાઈ હતી. ભાસ્કર ન્યૂઝ ।ભરૂચ ભરૂચ જિલ્લાના સંવેદનશીલ ગણાતાં નબીપુર સહિતના 6 ગામમાં વીજકંપનીએ દરોડા પાડી 38 લાખની વીજચોરી ઝડપી પાડી છે.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરેક ઘર અને દુકાનના વીજજોડાણો તપાસવામાં આવ્યાં હતાં. નબીપુર, હિંગલ્લા, સીતપોણ અને કરગત સહિત 6 ગામડાઓમાં ડીજીવીસીએલ ની 39 ટીમ દ્વારા વીજ ચોરી પકડવા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં 46 જેટલા ગેરકાયદેસર વીજચોરીના કનેકશનો મળ્યા હતા.જે લોકોને અંદાજે 38 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા, તે સમયે ડીજીવીસીએલ ની 39 જેટલી વીજ ચેકીંગ ની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના નબીપુર, હિંગલ્લા, સીતપોણ અને કરગત ગામ સહિત કુલ 6 જેટલા ગામ ખા...

ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા પાંજરાપોળ ની મુલાકાતે આવેલ અને ગૌ સેવા પૂજા અને દર્શને પધારેલ

Image
ભરૂચ મતવિસ્તાર ના લોકપ્રિય સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા આજરોજ ભરૂચ પાંજરાપોળ ની મુલાકાતે આવેલ અને ગૌ સેવા પૂજા અને દર્શને પધારેલ હતા મનસુખ વસાવા એ કહ્યું હતું કે ગૌ માતા માં ૩૩ કરોડ દેવી દેવતાઓ નો વાસ છે અને વેદ અને પુરાણો માં ગૌ માતા નો મહિમા વર્ણવેલો છે ભરૂચ પાંજરાપોળ ની બીમાર ,લાચાર અને વસૂકી ગયેલી ગૌ માતા ની સેવા ને બિરદાવેલ હતી . ગૌ પૂજા જાણીતા ગૌ પૂજારી  કૌશિકભાઈ જોશી દ્વારા કરાવવામાં આવેલ હતી ગૌ સેવા સાથે નવી રીક્ષા થી ગૌ માતા ની ઝડપ થી સારી સેવા થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભરૂચ પાંજરાપોળ ના ગાર્ડન માં તુલસી ના રોપા નું વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમ નું સંચાલન અને આવકાર પ્રવચન ભરૂચ પાંજરાપોળ ના ટ્રસ્ટી  મહેન્દ્રભાઈ કંસારા એ કર્યું હતું આભારદર્શન બિપીન ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતું  મનસુખભાઇ વસાવા સાહેબ સાથે શ્રી મુકેશભાઈ વસાવા ,અને મહેશભાઈ મિસ્ત્રી હાજર રહ્યા હતા . કાર્યક્રમ માં  રાજેશભાઈ ચૌહાણ અને ભરૂચ શહેર અનુસૂચિત જન જાતિ મોરચા ના પ્રમુખ સુભાષભાઈ વસાવા અને શહેર ના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર ભરૂચ  પિયુષ મિસ્ત્રી #gujaratniparchhai 

ભરૂચના ખેલાડીઓએ તામિલનાડુના વેલોર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે

Image
૧૭મી સબ જુનીયુર સોફ્ટ ટેનિસ રમતમાં ભરૂચના ખેલાડીઓએ તામિલનાડુના વેલોર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તા ૨૫/૧૨/૨૦૨૩ થી ૩૧/૧૨/૨૦૨૩ દરમ્યાન એમચ્યોર સોફ્ટ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ૧૭ મી સબ જુનીયર સોફ્ટ ટેનિસ રમતની સ્પર્ધાનું આયોજન તામિલનાડુના વેલ્લોર ખાતે થયુ હતુ. જેમાં ગુજરાત રાજ્યની ટીમમાં ૮ ભાઈઓ અને ૮ બહેનો રમવા ગયા હતા.  આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભરૂચ જિલ્લાના ૫ ખેલાડીઓ પૈકી ૩ બહેનો પલ અમીત ચાવડા, ક્રિશા મયુર ટોપીવાલા અને ખનક શ્યામ પટેલ તથા ભાઈઓમાં જશ વિવેક દરજી અને હેમ પરેશ મહેતા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા.  ભાઈઓ દ્વારા ઓડિસા અને બિહારની ટીમને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો સાથે સાથે બહેનો દ્વારા પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. બહેનોએ જમ્મુ કાશ્મીર અને પંજાબને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે ગુજરાતના ભાઈઓ અને બહેનોએ રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ખેલાડીઓ હાલમાં ભરૂચ ખાતે રાજનસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પાસે કોચિંગ લઈ રહ્યા છે. રિપ...

ભરૂચની જે.પી. કોલેજ અને આઈકોનીક સ્થળ શુકલર્તીથ ખાતે 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે

Image
ભરૂચની જે.પી. કોલેજ અને આઈકોનીક સ્થળ શુકલર્તીથ ખાતે 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર - મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં પહેલી ડિસેમ્બરે શરૂ કરવામાં આવેલું આ અભિયાન તા.1 જાન્યુઆરી સુધી ચાલશે જે અંગે રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ પણ ભાગીદાર બનશે જે અંગેની વિસ્તૃત માહિતી ભરૂચ જિલ્લા સમહર્તા તુષાર સુમેરાએ આપી હતી. તા. પહેલી જાન્યુઆરીએ રાજયભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક માઢેરા સૂર્ય મંદીર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવશે. જેમાં જિલ્લાની જે પી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. આ બંન્ને કાર્યક્રમનો સમય સવારે 8 થી 9.40...

ભરૂચ તાલુકાનાં હિંગલોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વધાવતાં ગ્રામજનો

Image
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભરૂચ તાલુકાનાં હિંગલોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વધાવતાં ગ્રામજનો કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર આયોજિત "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ભરૂચ જિલ્લામાં હિંગલોટા ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી આ રથને વધાવ્યો હતો. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોનથી દવા છંટકાવની નવી ટેકનોલોજીથી ખેડુતોને માહિતગાર કરાયા હતા. "ધરતી કહે પુકાર "કૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. "મેરી કહાની, મેરી ઝુબાની" અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડન...

ભરૂચ સહિત ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ભાજપની તૈયારીઓ તેજ બની

Image
ભરૂચ સહિત ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ભાજપની તૈયારીઓ તેજ બની ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અગત્યની પ્રદેશ બેઠકમાં જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને પ્રભારીએ મેળવી માહિતી આગામી 15 થી 30 જાન્યુઆરી સુધીમાં લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અગત્યની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લાના પ્રભારી અશોક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અંગે જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, બેઠકમાં પ્રદેશ અને રાષ્ટ્રીય આગેવાનોએ લોકસભા ચૂંટણી સંદર્ભેના મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માહિતી અપાઈ હતી. બુથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું. આવનારા સમયમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકોનું આયોજન કરવામાં આવશે. આવનાર 15 થી 30 તારીખ સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચ...

બેઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ યુનિટ દ્ધારા દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સી.એસ.આર. અંતર્ગત પ્રોગ્રામનું આયોજન કરાયું

Image
બેઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ યુનિટ દ્ધારા દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સી.એસ.આર. અંતર્ગત પ્રોગ્રામનું આયોજન તા. ર૮/૧ર/ર૦ર૩ ના રોજ કરવા માં આવ્યું બેઈલ ઈન્ફ્રાસ્ટ્રાચર લિમિટેડ, દહેજ પ્લાન્ટના કોર્પોરેટ સામાજિક રિસ્પોન્સિલિટી કંપનીઓ ઘણી વર્ષોથી દહેજ ગામમાં સી.એસ.આર. પ્રવૃતિઓ કરી રહી છે. જે અંતર્ગત દહેજ ગામ ખાતે સીએસઆર પ્રવૃતિ હેઠળ તા. ર૮/૧ર/ર૦ર૩ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – દહેજ ખાતે આરોગ્ય કેન્દ્રને જરૂરીયાત મુજબની વસ્તુઓ આપવામાં આવી હતી, જેમાં સ્ટ્રેચર, વ્હીલ ચેર, ઓટો ક્લેવ મશીન,રેફરીજેટર, કોમ્પ્યુટર, આરઓ સિસ્ટમ અને મેડિકલ ટ્રેઝ એમ કુલ આઠ વસ્તુ ઓ આપવામાં આવી હતી. આ પ્રવૃતિમાં વાગરા તાલુકા હેલ્થ આરોગ્ય ઓફિસર – ડો. પ્રવિણ કુમાર સીંગ, માજી સરપંચ શ્રી પુષ્કરસિંહ રણા, તલાટી શ્રી જયદેવસિંહ પરમાર તેમજ બીઈઆઈએલ, કંપનીના ડિરેક્ટર શ્રી અશોક પંજવાની, શ્રી મીરાબેન પંજવાની, વાઇસ પ્રેસિડન્ટ શ્રી મનોજ પટેલ, યુનિટ હેડ ડો. મહેશ ત્રિવેદી, શ્રી નરેન્દ્ર ભટ્ટ, બેઈલ સ્ટાફ તેમજ ગામના મુખ્ય સભ્યો, આશા વર્કર અને આંગણવાડી વર્કર હાજર રહ્યા હતા. રિપોર્ટર ભરૂચ પિયુષ મિસ્ત્રી #gujaratniparchhai

છેલ્લા દસ દિવસથી સર્વર ની તકલીફ થી અરજદારો હેરાન પરેશાન થઈ ગયા

Image
નર્મદા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી સર્વર ની તકલીફ થી અરજદારો હેરાન પરેશાન થઈ ગયા  શુક્રવારે પણ આખો દિવસ સર્વર બંધ રહેતા જનસેવા કેન્દ્રો પર અરજદારો ની વધુ મુશ્કેલી વધી   નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા મામલતદાર કચેરી નાં જનસેવા કેન્દ્ર સહિત જિલ્લાનાં અન્ય જનસેવા કેન્દ્રો પર પણ સર્વર દસ દિવસથી બંધ ચાલુ થાય છે જેમાં શુક્રવારે સવારથી સર્વર સદંતર બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા અરજદારો ભાડું બગાડી આવ્યા બાદ સર્વર બંધ હોવાની જાણ થતાં પરત ફરવા મજબૂર બન્યા હતા જેમાં કેટલાક આધેડ વ્યક્તિઓ પણ હોવાથી તેમની હાલત દયનીય બની જાય છે. છેલ્લા દસેક દિવસથી નર્મદા જિલ્લામાં સર્વર ચાલુ થાય ફરી થોડીવાર માં બંધ થઈ જાય અને બંધ થયા બાદ ફરી કેટલા સમય બાદ ચાલુ થશે એ કહેવું પણ મુશ્કેલ હોય તેવામાં દૂર દૂર નાં ગ્રામ્ય વિસ્તાર માંથી રાજપીપળા માં કોઈક સરકારી દાખલ કે અન્ય કામ માટે આવેલા આ અરજદારો જનસેવા કે અન્ય સરકારી કચેરીઓ માં કલાકો ઉભા રહી સર્વર ચાલુ થવાની આશા રાખવા છતાં ચાલુ નહિ થતા કામ પતાવ્યા વિના જ પરત ફરતા જોવા મળ્યા હતા જેમાં શુક્રવારે તો સર્વર આખો દિવસ બંધ રહેતા ઘણા લોકો કામ પતાવ્યા વિના જ ...

નિવાલ્દા પેટ્રોલ પંપ નજીક મુકેલી ફોર વ્હીલ માંથી બે બાઇક સવારો રૂ.1.20 લાખની ચોરી કરી ફરાર

Image
નિવાલ્દા પેટ્રોલ પંપ નજીક મુકેલી ફોર વ્હીલ માંથી બે બાઇક સવારો રૂ.1.20 લાખની ચોરી કરી ફરાર ભોગ બનનાર કાપડના વેપારી હોય તેઓ નેત્રંગ થી ડેડીયાપાડા તરફ ઉઘરાણી એ આવેલા ત્યાં પંચર પડતા આ ઘટના બની નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના પેટ્રોલ પંપ નજીક માં મુકેલી ફોર વ્હીલ ગાડી માંથી ચોરી કરી બે બાઇક સવારો નાશી છુટતા માલિકે પોલીસ ફરિયાદ આપી છે. મળતી માહિતી અનુસાર મહેશભાઇ ગીસાલાલ શાહ (કપડાના વેપારી) રહે ૪/૨૨,૨૩ જીન બજાર નેત્રંગ તા-નેત્રંગ જી-ભરૂચ નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ દેડીયાપાડા તરફ તેમના કાપડ નાં ધંધા ની ઉઘરાણી માટે આવ્યા હતા ત્યારે નિવાલ્દા ગામના નાયરા પેટ્રોલ પંપ ની બાજુમા આવેલ ટાયર પંચર ની દુકાન સામેથી એક અજાણ્યા ઇસમે તેમની ગાડીનો આગળનો ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી સીટ નિચે પગ મુકવાની જગ્યાએ વેપાર ધંધાની ઉઘરાણીના રાખેલ રોકડા રૂપીયા ૧,૧૪,૮૧૦/- તથા પોતાના રોકડા રૂપીયા પ૮૦૦/- તેમજ અન્ય સામાન મળી કુલ રૂપીયા મળી કુલ રૂપીયા ૧,૨૦,૮૧૦/- જે તેમણે એક કાળા કલરના લેધરના પાકીટમા મુકી કાપડની થેલીમાં રાખેલ હતા તે તેમની નજર ચુકવી કોઇ ચોર ઇસમ ચોરી કરી નજીક મા રોડની સાઇડ પર ઉભી રાખેલ મોટર ...

રાજપીપળા માં વડીલો પાર્જીત મિલ્કતનું ખોટું પેઢીનામુ બનાવી બનાવટ કરનાર જેઠ વિરૂદ્ધ ભાભી એ આપી ફરિયાદ

Image
રાજપીપળા માં વડીલો પાર્જીત મિલ્કતનું ખોટું પેઢીનામુ બનાવી બનાવટ કરનાર જેઠ વિરૂદ્ધ ભાભી એ આપી ફરિયાદ ભાઇ વિદેશ માં રહે છે જ્યારે રાજપીપળા રહેતા બીજા ભાઇ એ મિલકત માટેનું પેઢીનામું બનાવટી બનાવી ભાભી ને ગુન્હાહીત ધમકી આપી રાજપીપળા નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા માં આવેલી વડીલોપાર્જિત મિલકત માં બનાવટ કરનાર ભાઇ વિરૂદ્ધ ભાભી એ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર ગુલસનબાનું આબીદખા ઇસ્મતખા બલુચી મુળ રહે-રાજપીપલા લાલટાવર,હાલ રહે-૪ આઇશા માર્કેટ સીટી પોલીસ સ્ટેશનની સામે પાણીગેટ રોડ વડોદરા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના પતિ વર્ષોથી દક્ષિણ આફ્રીકા ખાતે રહેતા હોય અને વતન માં તેઓ સંતાનો સાથે રહેતા હોય તેમજ તેમના પતિની જાણ બહાર તેમના સસરાની સ્વ.બલુચી આબીદખા ઇસ્મતખાની વડીલો પાર્જીત મિલ્કત કે જે રાજપીપલા લાલટાવર સીટી વિસ્તારના વોર્ડ નંબર- ૧ સર્વે નંબર-૫૮ જેનું કુલ ક્ષેત્રફળ-૧૦૧.૯૧૪૯ ચો.મી. વાળી આવેલ હોય જેના સીધીલીટીના વારસદારો તેમના પતિ તેમના ભાઈ મોહસીનખા ઇસ્મતખા બલુચી રહે. રાજપીપલા લાલટાવર તા.નાદોદ જી.નર્મદાbતેમજ તેમના દિયર એમ ત્રણ ભાગમાં સસરાએ તેમની હયાતી માં મૌખિક રીતે ...

રાજપીપળા જીન કંમ્પાઉન્ડ અને વાવડી ગામના ખેતર માંથી સામાન ની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી

Image
રાજપીપળા જીન કંમ્પાઉન્ડ અને વાવડી ગામના ખેતર માંથી સામાન ની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી નર્મદા જિલ્લામાં બે અલગ અલગ ઠેકાણે થી ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાવેશભાઇ મનહરભાઈ પાદરીયા રહે.બ્રાહ્મણ ફળીયુ,કાછીયાવાડ, રાજપીપલા એ આપેલી ફરિયાદ મુજબ રાજપીપલા સહકારી જીન કમ્પાઉન્ડમાં આવેલ તેમની જે.આઇ.માર્ટ દુકાનની બાજુમાં આવેલ ગોડાઉનમાં કોઇ અજાણ્યા ઇસમ ગોડાઉનના પાછળના ભાગે આવેલ દિવાલમાં બાકોરૂ પાડી અંદર પ્રવેશ કરી ડ્રીપના ૩૦૦ મીટરના ૩૭ નંગ બંડલ જેની કિંમત રૂપીયા ૩૫,૨૨૪/-ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા હતા. જ્યારે બીજી ઘટના વાવડી ગામની સીમમાં બની જેમાં જગદિશભાઇ જશુભાઇ પટેલ,રહે-વાવડી,પટેલ ફળીયુ તા-નાંદોદ જી- નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના વાવડી ગામની સીમમાં આવેલા ખેતરમાં પાક રક્ષણ માટે મુકેલ ઇલેક્ટ્રીક બેટરી નંગ-૦૨ જેની કિં.રૂ. ૪૪૦૦/- તથા ઝાટકા મશીન નંગ-૦૨ જેની કિં.રૂ. ૪૪૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૮૮૦૦/-ની કોઇક અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે ઉપરોકત બંને ચોરીનાં ગુના માં અજાણ્યા ચોરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપો...

કતલ થાય તે પહેલા જ પોલીસ અને જીવદયા પ્રેમીઓએ બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને બચાવ્યા, 2 શખ્સોની ધરપકડ

Image
કતલ થાય તે પહેલા જ પોલીસ અને જીવદયા પ્રેમીઓએ બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને બચાવ્યા, 2 શખ્સોની ધરપકડ ભરૂચ બી' ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને બચાવી 2 શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના બી' ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને જીવતા બચાવી લેવામાં આવીયા હતા અને 2 શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના બી' ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ બદર પાર્ક નજીકની સીમમાં કતલના ઇરાદે ગૌવંશોને રાખવામાં આવ્યા હોવાની પોલીસ અને કામધેનુ ગૌરક્ષા સમિતિને બાતમી મળી હતી, ત્યારે મળેલી બાતમીના આધારે બી’ ડિવિઝન પોલીસે જીવદયા પ્રેમીઓને સાથે રાખી બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં કતલના ઇરાદે રાખવામાં આવેલ ગાય અને વાછરડા મળી 18 ગૌવંશોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ગૌ માંસના જથ્થા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે મામલે બી' ડિવિઝન પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જ...