રાજપીપળા જીન કંમ્પાઉન્ડ અને વાવડી ગામના ખેતર માંથી સામાન ની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી
રાજપીપળા જીન કંમ્પાઉન્ડ અને વાવડી ગામના ખેતર માંથી સામાન ની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી
નર્મદા જિલ્લામાં બે અલગ અલગ ઠેકાણે થી ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવેશભાઇ મનહરભાઈ પાદરીયા રહે.બ્રાહ્મણ ફળીયુ,કાછીયાવાડ, રાજપીપલા એ આપેલી ફરિયાદ મુજબ રાજપીપલા સહકારી જીન કમ્પાઉન્ડમાં આવેલ તેમની જે.આઇ.માર્ટ દુકાનની બાજુમાં આવેલ ગોડાઉનમાં કોઇ અજાણ્યા ઇસમ ગોડાઉનના પાછળના ભાગે આવેલ દિવાલમાં બાકોરૂ પાડી અંદર પ્રવેશ કરી ડ્રીપના ૩૦૦ મીટરના ૩૭ નંગ બંડલ જેની કિંમત રૂપીયા ૩૫,૨૨૪/-ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા હતા.
જ્યારે બીજી ઘટના વાવડી ગામની સીમમાં બની જેમાં જગદિશભાઇ જશુભાઇ પટેલ,રહે-વાવડી,પટેલ ફળીયુ તા-નાંદોદ જી- નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના વાવડી ગામની સીમમાં આવેલા ખેતરમાં પાક રક્ષણ માટે મુકેલ ઇલેક્ટ્રીક બેટરી નંગ-૦૨ જેની કિં.રૂ. ૪૪૦૦/- તથા ઝાટકા મશીન નંગ-૦૨ જેની કિં.રૂ. ૪૪૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૮૮૦૦/-ની કોઇક અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે ઉપરોકત બંને ચોરીનાં ગુના માં અજાણ્યા ચોરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર રાજપીપળા
ભરત શાહ
#gujaratniparchhai
Comments
Post a Comment