બેઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ યુનિટ દ્ધારા દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સી.એસ.આર. અંતર્ગત પ્રોગ્રામનું આયોજન કરાયું

બેઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ યુનિટ દ્ધારા દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સી.એસ.આર. અંતર્ગત પ્રોગ્રામનું આયોજન તા. ર૮/૧ર/ર૦ર૩ ના રોજ કરવા માં આવ્યું

બેઈલ ઈન્ફ્રાસ્ટ્રાચર લિમિટેડ, દહેજ પ્લાન્ટના કોર્પોરેટ સામાજિક રિસ્પોન્સિલિટી કંપનીઓ ઘણી વર્ષોથી દહેજ ગામમાં સી.એસ.આર. પ્રવૃતિઓ કરી રહી છે.

જે અંતર્ગત દહેજ ગામ ખાતે સીએસઆર પ્રવૃતિ હેઠળ તા. ર૮/૧ર/ર૦ર૩ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – દહેજ ખાતે આરોગ્ય કેન્દ્રને જરૂરીયાત મુજબની વસ્તુઓ આપવામાં આવી હતી, જેમાં સ્ટ્રેચર, વ્હીલ ચેર, ઓટો ક્લેવ મશીન,રેફરીજેટર, કોમ્પ્યુટર, આરઓ સિસ્ટમ અને મેડિકલ ટ્રેઝ એમ કુલ આઠ વસ્તુ ઓ આપવામાં આવી હતી. આ પ્રવૃતિમાં વાગરા તાલુકા હેલ્થ આરોગ્ય ઓફિસર – ડો. પ્રવિણ કુમાર સીંગ, માજી સરપંચ શ્રી પુષ્કરસિંહ રણા, તલાટી શ્રી જયદેવસિંહ પરમાર તેમજ બીઈઆઈએલ, કંપનીના ડિરેક્ટર શ્રી અશોક પંજવાની, શ્રી મીરાબેન પંજવાની, વાઇસ પ્રેસિડન્ટ શ્રી મનોજ પટેલ, યુનિટ હેડ ડો. મહેશ ત્રિવેદી, શ્રી નરેન્દ્ર ભટ્ટ, બેઈલ સ્ટાફ તેમજ ગામના મુખ્ય સભ્યો, આશા વર્કર અને આંગણવાડી વર્કર હાજર રહ્યા હતા.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો