ભરૂચ જીલ્લા મા નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર આખરે ભૂસ્તર વિભાગના દરોડા

ભરૂચ જીલ્લા મા નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર આખરે ભૂસ્તર વિભાગના દરોડા

નવા આવેલા ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી અગત બાતમીદારો આધારે રોયલ્ટી સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ બે ટ્રક અને બે હિટાચી મશીન મળી આવ્યા હતા.

ભરૂચ સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલા સમયથી દિવસ તેમજ રાત્રે ચાલી રહ્યું હતું રેતી ખનન જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે.

ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતાં રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં અવે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી બે હિટાચી મશીન તેમજ રેતી ભરેલી બે ટ્રક સહિત ૧ કરોડ ૫૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો

રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લા માં નર્મદા નદીના કાંઠે ના મોટા ભાગના માંથી રાત્રીના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતીખનન નું કૌભાંડ ચાલી રહ્યું છે.


ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડતા વાહન ચાલકો ૨ ટ્રક સહિત ૧ મશીન બિનવારસી મુકી ને ભાગી છુટ્યા હતા જ્યારે બીજુ ૧ હિટાચી મશીન રંગે હાથ ઝડપાઈ જવા પામ્યું હતું.

થોડા સમય પહેલા પણ આજ સ્થળેથી મામલતદારે ૧ હીટાચી મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં પણ રેતીખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું જેમાં રાજકીય માથાઓ સામેલ હોવાને કારણે આવા રેતીખનની ગેર કાયદેસર પ્રવુતિઓ ચલતી રહે છે.

આવનારા સમયમાં કોઈ મોટા રાજકિયમાંથા બહરા આવેતો નવાઈ નહીં હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી બે ટ્રક સહિત બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થળ માપની નિરીક્ષણ કરી કેટલો દંડ ફટકારે છે. તે જોવું રહ્યું તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે તો ભરૂચ ભૂસ્તર વિભાગ ના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

9574080141

#gujaratniparchhai


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો