સત્યસાંઈ વસ્તીમાં પૂજિત અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું
શ્રી રામ જન્મભૂમિ પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નંદેલાવ વિસ્તારમાં આવતી સત્યસાંઈ વસ્તીમાં પૂજિત અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં સોસાયટીઓના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા.
સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલા શ્રી રામલલાની પૂજા કરેલા પ્રસાદીરૂપ અક્ષત ઘરે ઘરે પહોચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહીશો ધ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે.
જેના ભાગરૂપે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં પણ રવિવારના રોજ સત્યસાઈ વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પુજીત અક્ષત કળશ યાત્રા ભરૂચના લિંકરોડ પર આવેલા સંકટમોચન હનુમાન મંદિર આલ્ફા સોસાયટી- નીલકંઠ સોસાયટી- મયુર પાર્ક - મંગલમ સોસાયટી- બાલાજી સોસાયટી-રાઘવ નગર - અમીધારા સોસાયટી- આશ્રય સોસાયટી- જગન્નાથ મંદિર- ચામુંડા સોસાયટી - આશ્રિવાદ પાર્ક- નીલમ નગર- જવાહર નગર - બુસા સોસાયટીમાં સમાપન કરાયું હતું.
આ અક્ષત કળશ યાત્રામાં વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના પ્રમુખઓ, મહિલા મંડળો, ગણેશ મંડળો સહિત ભાવિક ભકતો ડીજેના તાલે યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને માથે અક્ષત કળશ મૂકીને જુમ્યા હતા.જ્યારે નાના બાળકો ભગવાન રામ,સીતા અને લક્ષ્મણ બન્યા હતા.આ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ અને રામ મય બની રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
રિપોર્ટર ભરૂચ
પિયુષ મિસ્ત્રી
9574080141
Comments
Post a Comment