ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા પાંજરાપોળ ની મુલાકાતે આવેલ અને ગૌ સેવા પૂજા અને દર્શને પધારેલ

ભરૂચ મતવિસ્તાર ના લોકપ્રિય સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા આજરોજ ભરૂચ પાંજરાપોળ ની મુલાકાતે આવેલ અને ગૌ સેવા પૂજા અને દર્શને પધારેલ હતા

મનસુખ વસાવા એ કહ્યું હતું કે ગૌ માતા માં ૩૩ કરોડ દેવી દેવતાઓ નો વાસ છે અને વેદ અને પુરાણો માં ગૌ માતા નો મહિમા વર્ણવેલો છે ભરૂચ પાંજરાપોળ ની બીમાર ,લાચાર અને વસૂકી ગયેલી ગૌ માતા ની સેવા ને બિરદાવેલ હતી .

ગૌ પૂજા જાણીતા ગૌ પૂજારી  કૌશિકભાઈ જોશી દ્વારા કરાવવામાં આવેલ હતી ગૌ સેવા સાથે નવી રીક્ષા થી ગૌ માતા ની ઝડપ થી સારી સેવા થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ પાંજરાપોળ ના ગાર્ડન માં તુલસી ના રોપા નું વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમ નું સંચાલન અને આવકાર પ્રવચન ભરૂચ પાંજરાપોળ ના ટ્રસ્ટી  મહેન્દ્રભાઈ કંસારા એ કર્યું હતું આભારદર્શન બિપીન ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતું 


મનસુખભાઇ વસાવા સાહેબ સાથે શ્રી મુકેશભાઈ વસાવા ,અને મહેશભાઈ મિસ્ત્રી હાજર રહ્યા હતા . કાર્યક્રમ માં  રાજેશભાઈ ચૌહાણ અને ભરૂચ શહેર અનુસૂચિત જન જાતિ મોરચા ના પ્રમુખ સુભાષભાઈ વસાવા અને શહેર ના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો