રાજપીપળા માં વડીલો પાર્જીત મિલ્કતનું ખોટું પેઢીનામુ બનાવી બનાવટ કરનાર જેઠ વિરૂદ્ધ ભાભી એ આપી ફરિયાદ
રાજપીપળા માં વડીલો પાર્જીત મિલ્કતનું ખોટું પેઢીનામુ બનાવી બનાવટ કરનાર જેઠ વિરૂદ્ધ ભાભી એ આપી ફરિયાદ
ભાઇ વિદેશ માં રહે છે જ્યારે રાજપીપળા રહેતા બીજા ભાઇ એ મિલકત માટેનું પેઢીનામું બનાવટી બનાવી ભાભી ને ગુન્હાહીત ધમકી આપી
રાજપીપળા નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા માં આવેલી વડીલોપાર્જિત મિલકત માં બનાવટ કરનાર ભાઇ વિરૂદ્ધ ભાભી એ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર ગુલસનબાનું આબીદખા ઇસ્મતખા બલુચી મુળ રહે-રાજપીપલા લાલટાવર,હાલ રહે-૪ આઇશા માર્કેટ સીટી પોલીસ સ્ટેશનની સામે પાણીગેટ રોડ વડોદરા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના પતિ વર્ષોથી દક્ષિણ આફ્રીકા ખાતે રહેતા હોય અને વતન માં તેઓ સંતાનો સાથે રહેતા હોય તેમજ તેમના પતિની જાણ બહાર તેમના સસરાની સ્વ.બલુચી આબીદખા ઇસ્મતખાની વડીલો પાર્જીત મિલ્કત કે જે રાજપીપલા લાલટાવર સીટી વિસ્તારના વોર્ડ નંબર- ૧ સર્વે નંબર-૫૮ જેનું કુલ ક્ષેત્રફળ-૧૦૧.૯૧૪૯ ચો.મી. વાળી આવેલ હોય જેના સીધીલીટીના વારસદારો તેમના પતિ તેમના ભાઈ મોહસીનખા ઇસ્મતખા બલુચી રહે. રાજપીપલા લાલટાવર તા.નાદોદ જી.નર્મદાbતેમજ તેમના દિયર એમ ત્રણ ભાગમાં સસરાએ તેમની હયાતી માં મૌખિક રીતે વહેચણી કરી આપેલ હોય જેમાં જેઠ મોહસીનખા ઇસ્મતખા બલુચી પોતે ૧/૩ હિસ્સાના પોતે કાયદેસરના હક્ક હિસ્સો ધરાવતા હોવા છતા આ મિલ્કત પોતાના નામે આખેઆખી કરી લેવા માટે સ્વ.બલુચી આબીદખાં ઇસ્મતખા નાં મૃત્યુ બાદ હક્ક કમી દસ્તાવેજ નંબર- ૧૯૪ તેમજ સ્વ-આબીદખાનનુ સીધીલીટીના વારસદાર અંગેના એફીડીવીટમાં પોતાના વિદેશમાં રહેતા ભાઇ નો કાયદેસરનો હક્ક હોવા છતા જાણી જોઈને હક્ક હિસ્સો ડુબાડવાના મલીન ઇરાદાથી તેમનુ નામ કાઢી નાખી હક્ક કમી દસ્તાવેજ તેમજ વારસાઇ પેઢીનામુ ખોટું અને બનાવટી હોવાનું પોતે સારી રીતે જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી મિલ્કતમાં મોહસીનખા ઇસ્મતખા બલુચી દ્વારા પોતાનુ નામ દાખલ કરાવી પાછળથી ભાભી એ તેનુ નામ મિલ્કત માંથી કઢાવી પોતાના પતિનુ નામ દાખલ કરાવતા જેની રીશ રાખી ભાભી ના પતિના મકાનના પ્રથમ માળ આવેલ બેડરૂમની દિવાલ તોડી નુકશાન કરી ભાભી કહેવા જતાં ટાટીયા ભાગી નાખવાની ગુન્હાહીત ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર રાજપીપળા
Comments
Post a Comment