ભરૂચના ખેલાડીઓએ તામિલનાડુના વેલોર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે
૧૭મી સબ જુનીયુર સોફ્ટ ટેનિસ રમતમાં ભરૂચના ખેલાડીઓએ તામિલનાડુના વેલોર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
તા ૨૫/૧૨/૨૦૨૩ થી ૩૧/૧૨/૨૦૨૩ દરમ્યાન એમચ્યોર સોફ્ટ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ૧૭ મી સબ જુનીયર સોફ્ટ ટેનિસ રમતની સ્પર્ધાનું આયોજન તામિલનાડુના વેલ્લોર ખાતે થયુ હતુ. જેમાં ગુજરાત રાજ્યની ટીમમાં ૮ ભાઈઓ અને ૮ બહેનો રમવા ગયા હતા.
આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભરૂચ જિલ્લાના ૫ ખેલાડીઓ પૈકી ૩ બહેનો પલ અમીત ચાવડા, ક્રિશા મયુર ટોપીવાલા અને ખનક શ્યામ પટેલ તથા ભાઈઓમાં જશ વિવેક દરજી અને હેમ પરેશ મહેતા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા.
ભાઈઓ દ્વારા ઓડિસા અને બિહારની ટીમને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો સાથે સાથે બહેનો દ્વારા પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. બહેનોએ જમ્મુ કાશ્મીર અને પંજાબને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે ગુજરાતના ભાઈઓ અને બહેનોએ રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ખેલાડીઓ હાલમાં ભરૂચ ખાતે રાજનસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પાસે કોચિંગ લઈ રહ્યા છે.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment