ભરૂચની જે.પી. કોલેજ અને આઈકોનીક સ્થળ શુકલર્તીથ ખાતે 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે
ભરૂચની જે.પી. કોલેજ અને આઈકોનીક સ્થળ શુકલર્તીથ ખાતે 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે
યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર - મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં પહેલી ડિસેમ્બરે શરૂ કરવામાં આવેલું આ અભિયાન તા.1 જાન્યુઆરી સુધી ચાલશે જે અંગે રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ પણ ભાગીદાર બનશે જે અંગેની વિસ્તૃત માહિતી ભરૂચ જિલ્લા સમહર્તા તુષાર સુમેરાએ આપી હતી.
તા. પહેલી જાન્યુઆરીએ રાજયભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક માઢેરા સૂર્ય મંદીર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવશે. જેમાં જિલ્લાની જે પી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. આ બંન્ને કાર્યક્રમનો સમય સવારે 8 થી 9.40 સુધીનો રહેશે.
રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનમાં ગ્રામ્ય કક્ષાએ અંદાજિત 4000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જે પૈકી 2800 જેટલા સ્પર્ધકો તાલુકા કક્ષાએ પસંદગી પામ્યા હતા.તાલુકા કક્ષાએથી 78 જેટલા સ્પર્ધકો જિલ્લાકક્ષાએ પસંદગી પામ્યા હતા. જિલ્લાકક્ષાના સ્પર્ધકોમાંથી 3 મહિલા અને 3 પુરૂષ એમ કુલ 6 સ્પર્ધકો રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે જેઓ રાજયકક્ષાના કાર્યક્રમમાં ભાગ લેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલીએ માહિતી આપી હતી. આ પરિષદમાં નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ, સહિતના અધિકારીઓ ઉપસથિત રહ્યા હતા.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment