ભરૂચ સહિત ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ભાજપની તૈયારીઓ તેજ બની
ભરૂચ સહિત ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ભાજપની તૈયારીઓ તેજ બની
ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અગત્યની પ્રદેશ બેઠકમાં જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને પ્રભારીએ મેળવી માહિતી
આગામી 15 થી 30 જાન્યુઆરી સુધીમાં લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે
શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અગત્યની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લાના પ્રભારી અશોક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક અંગે જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, બેઠકમાં પ્રદેશ અને રાષ્ટ્રીય આગેવાનોએ લોકસભા ચૂંટણી સંદર્ભેના મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માહિતી અપાઈ હતી. બુથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું.
આવનારા સમયમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકોનું આયોજન કરવામાં આવશે.
આવનાર 15 થી 30 તારીખ સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે. ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિઘાનસભાના કાર્યાલયો પણ શરૂ થશે. 26મી જાન્યુઆરીના રોજ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment